<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

હવે લોટના ભાવમાં ધરખમ વધારો : ભાવ ૧૫ વર્ષના સર્વોચ્‍ચ સ્‍તરે

ડિસેમ્‍બરમાં લોટની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે : આ કિંમત જાન્‍યુઆરી ૨૦૦૯ પછી સૌથી વધુ છે

નવી દિલ્‍હી, તા.૨૫: ભારતમાં, જ્‍યાં ઘઉંનો લોટ એ રોજિંદા આહારનો આવશ્‍યક ભાગ છે, લોટના ભાવમાં સતત વધારો થવાથી ઘરોના બજેટમાં તાણ આવી છે. આ સમસ્‍યા એટલા માટે વધી છે કારણ કે લોટના ભાવ ૧૫ વર્ષમાં સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગયા છે.

અહેવાલ મુજબ આ વધારાની અસરથી ગ્રામીણ વિસ્‍તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્‍યા છે. અહીં પરિવારોના ખર્ચમાં વધારો થયો છે અને તેના કારણે એફએમસીજી ક્ષેત્રનો વિકાસ પણ ધીમો પડયો છે. રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્‍તારોમાં FMCG સેક્‍ટરની વળદ્ધિ ૪ ટકા રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ધીમી છે. તેવી જ રીતે, શહેરી વિસ્‍તારોમાં પણ FMCGનો વિકાસ ધીમો પડીને ૪.૫ ટકા થયો છે. ખાસ વાત એ છે કે ઘઉંના લોટની કિંમત આ ધીમી વળદ્ધિનું સૌથી મોટું કારણ બની છે.

ડિસેમ્‍બરમાં લોટની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, આ કિંમત જાન્‍યુઆરી ૨૦૦૯ પછી સૌથી વધુ છે. લોટના ભાવમાં આ વધારાને કારણે ખાદ્ય મોંઘવારી પર અંકુશ લાવવાના સરકારના પ્રયાસોને મોટો ફટકો પડવાની શકયતા છે.

હકીકતમાં, ગ્રામીણ ભારતમાં લોટની વધતી કિંમતોએ ત્‍યાંના પરિવારોનું બજેટ બગાડયું છે. ગ્રામીણ વિસ્‍તારોમાં, લોટ લોકોના માસિક ખર્ચનો મોટો ભાગ બનાવે છે. પરંતુ ઘઉંના લોટના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે કારણ કે ઘઉંના ઓછા ઉત્‍પાદનને કારણે સરકાર પાસે તેનો સ્‍ટોક પણ ઓછો છે, જે માંગ વધે તો તેના ભાવમાં વધારાનું કારણ બની શકે છે.

FMCG કંપનીઓ પણ મોંઘવારીથી પરેશાન!

કેટલીક FMCG ‍ કંપનીઓએ સંકેત આપ્‍યો છે કે તેઓ કાચા માલની વધતી કિંમતોનો સામનો કરી રહી છે જેના કારણે તેઓ ઘણા ઉત્‍પાદનોની કિંમતો વધારવા માટે દબાણ હેઠળ છે. શહેરી વિસ્‍તારોમાં ખાદ્ય ફુગાવો ૧૧.૧ ટકાના દરે વધ્‍યો છે, જે છેલ્લા ૧૫ મહિનામાં સૌથી વધુ છે. આ વધારાની અસર FMCGના ભાવ પર પડી છે.

આ વધારાને ધ્‍યાનમાં રાખીને એફએમસીજી કંપનીઓ આગામી કેટલાક મહિનામાં ભાવમાં વધુ વધારો કરી શકે છે. ફુગાવાના કારણે શહેરી વિસ્‍તારોમાં ઘર દીઠ સરેરાશ ખર્ચમાં પણ વધારો થયો છે, જે બે વર્ષમાં ૧૩ ટકા વધ્‍યો છે. એકંદરે, ખાદ્ય ફુગાવાની અસર સમગ્ર દેશમાં એફએમસીજી ક્ષેત્ર પર સ્‍પષ્ટપણે દેખાઈ રહી છે. જો કે સરકાર અને કંપનીઓ તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે, તેમ છતાં મોંઘવારીનું દબાણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

(10:23 AM IST)