<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

જલંધરમાં મોર્નીંગ વોકમાં નિકળેલા વૃધ્ધા પર ૭-૭ કુતરાઓનો હુમલોઃ પગથી પકડી પ્લોટમાં ખેંચી ગયા

મહિલાની ચીસો અને કુતરાઓનો અવાજ સાંભળી સ્થાનીકોએ જીવ બચાવ્યો

જલંધર તા. રપઃ પંજાબનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કૂતરાઓએ એક મહિલાને ગંભીર રીતે બચકા ભર્યા હતા.કુતરાઓ મહિલાને ખેંચીને ખાલી પ્લોટમાં લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ વીડિયો પંજાબના જલંધરનો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે વહેલી સવારે વોક માટે નીકળેલી એક વૃદ્ધ મહિલા પર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલાએ બચવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કૂતરાઓએ તેને ખરાબ રીતે બટકા ભર્યા હતા. જ્યારે મહિલા જમીન પર પડી ત્યારે કૂતરાઓ તેને ખેંચીને લઈ ગયા હતા.

અચાનક સાત જેટલા કૂતરાઓએ મહિલા પર હુમલો કર્યો હતો. તેને નીચે પછાડી હતી. મહિલા ચીસો પાડતી રહી, પરંતુ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં. કુતરાઓએ વૃદ્ધ મહિલાને ઘેરી લીધી. તેઓ મહિલાનો પગ જડબામાં દબાવીને તેને ખાલી પ્લોટમાં ખેંચી ગયા હતા.

લાંબા સમય સુધી કૂતરાના અવાજ અને મહિલાની ચીસો આવતા કોલોનીના લોકો ત્યાં પહોંચ્યા હતા અને શ્વાનોને ભગાડીને મહિલાનો જીવ બચાવ્યો હતો.

(4:20 PM IST)