<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

વૈષ્‍ણોદેવીમાં આજથી ત્રણ દિવસની હડતાલઃ રોપવે બાબતે સંઘર્ષ સમિતીની વાતચીત નિષ્‍ફળ

જમ્‍મુઃ રોપવે મામલે સંઘર્ષ સમિતીની વાતચીત નિષ્‍ફળ જતા વૈષ્‍ણોદેવીમાં આજથી ત્રણ દિવસ હડતાલ રહેશે. શ્રી માતા વૈષ્‍ણોદેવી સંઘર્ષ સમિતીની બેઠક રીયાસીના ડીસી સાથે આયોજીત થઇ હતી, જેમાં કોઇપણ મહત્‍વપુર્ણ મુદા પર ચર્ચા નહોતી થઇ. બેઠક પછી નિર્ણય લેવાયો કે રપ ડીસેમ્‍બરથી કત્રા વિસ્‍તાર ૭ર કલાક માટે બંધ રહેશે. આ બંધ દરમ્‍યાન ઘોડા, પીઠું, પાલખી સેવાઓ અને વ્‍યાપારીક ગતીવીધીઓ બધુ જ બંધ રહેશે. સંઘર્ષ સમિતીએ આ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રસાશને તેમને શાંતી જાળવી રાખવા અપીલ કરી છે.

કત્રાના લોકો દ્વારા ત્રણ દિવસના બંધના આહવાનનું પાલન થશે તો વૈષ્‍ણોદેવી આવનારા હજારો યાત્રાળુંઓએ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સબંધમાં આજે બપોર બાદ શ્રાઇન બોર્ડના અધિકારીઓ સાથે થનારી મીટીંગ પણ નિષ્‍ફળ રહી છે.

અત્રે જણાવી દઇએ કે શ્રીમાતા વૈષ્‍ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા લગાવાઇ રહેલ રોપવેના વિરોધમાં આંદોલન કરી રહેલ સંઘર્ષ સમિતીઓ રપ ડીસેમ્‍બરથી ૩ દિવસના કત્રા બંધનું આહવાન કર્યુ છે. સબંધિત કલેકટરે સંઘર્ષ સમિતીના નેતાઓને વાતચીત માટે મંગળવારે બપોર પછી બોલાવ્‍યા હતાં. સંઘર્ષ સમિતીના નેતાઓનો દાવો છે કે રોપવેના બનાવવાના સારા સમાચાર જયાં સુધી તેમને નહીં મળે તેઓ આ હડતાલને સ્‍થગીત ના કરી શકે.

(1:45 PM IST)