<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

હિંદુત્‍વઃ નક્‌કર રણનીતિનો અભાવ

મંદિરો મુદે ભાગવતજી-રામભદ્રાજી સામ-સામેઃ હિન્‍દુ ઉત્‍થાનનું કામ સંપૂર્ણ બાકી

રામ મંદિર બાદ મથુરા તથા સંભલ બાદ અજમેર શરીફ દરગાહ... આ વિવાદ સપાટી પર રહેતા સંઘના વડા મોહનભાગવતજીએ  નિવેદન કર્યુ કે, દરેક સ્‍થાને ધાર્મિક વિવાદો જગાવવાની જરૂર નથી.

ભાગવતજીએ બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પણ રામભદ્રાચાર્યજીએ લીવર દીધું દરેક શંકાસ્‍પદ ધર્મસ્‍થાનો પર કેસ કરવા આહવાન કર્યુ. અન્‍ય ધાર્મિક નેતાઓએ  પણ ભાગવતજી વિરૂધ્‍ધ નિવેદનનો આપ્‍યા.

આવી ટકકર અવાર-નવાર જોવા મળે છે, જેના પરથી તારણ નીકળી શકે કે હિન્‍દુત્‍વ રાજનીતિમાં હાવી છે, પણ નકકર રણનીતિનો અભાવ  છે. આ કારણે હિન્‍દુત્‍વના નામે સરનામા મોટા થઇ ગયા, પણ સામાન્‍ય હિન્‍દુતો બિચારો જ રહ્યો છે.

સવા અબજની વસ્‍તીમાં ૮૫ ટકાથી વધારે હિન્‍દુ સમુદાય છે. હિન્‍દુત્‍વ  કેસ સનાતનના નામે ઝંડા લઇને નીકળી પડેલા છે સતા સુધી પહોંચી ગયા આ ક્ષેત્રના નેતાઓ સંસ્‍થાઓને પદ-પૈસા-પ્રસિધ્‍ધિ ખૂબ મળ્‍યા, પણ  હિન્‍દુઓની દશા વધારે ખરાબ થતી ગઇ.૮૫ ટકા ઉપર ૧૫ ટકા હાવી થઇ ગયા હોય તેવો મહોલ ગુજરાતમાં છે રાજયમાં ત્રણ દાયકાથી ભાજપ-સંઘ  વિચારનું સામ્રાજય છે, પણ સંઘ-ભાજપ સિવાય કોઇ સલામત નથી.

માત્ર રણનીતિ જ નહી, વૃતિ સામે પણ સવાલો ઉઠે છે  ડો.હેડગેવારજીએ હિન્‍દુ સમાજના ઉત્‍થાન,સર્વાગી વિકાસ માટે સંઘની સ્‍થાપના કરી હતી હાલનું હિન્‍દુત્‍વ  જુદી  વ્‍યાખ્‍યા પર જ નભે છે. અન્‍ય ધર્મનો વિરોધે કરવાને જ હિન્‍દુત્‍વ ગણવાનો રીવાજ બની ગયા છે.

અન્‍ય ધર્મના વિરોધમાં પણ ભાજપ નાટક કરે છે ચૂંટણી આવે ત્‍યારે ગુજરાતમાં ભાજપ હિન્‍દુવાદી બનીને વિદ્યર્મી જીતી ગયા બાદ ભાજપી નેતાઓ ગુજરાતમાં વિદ્યર્મી સામે મુજરા કરવા લાગે છે.

હિન્‍દુ ઉત્‍થાનતો દુર, વિદ્યર્મીઓને કાબૂમાં રાખવામાં  પણ ગુજરાત ભાજપ નેતાઓ નિષ્‍ફળ ગયા છે. જાણકારો કહે છે કે, ગુજરાતમાં ભાજપના નેતાઓ વિદ્યર્મી મોટા માથાઓ સાથે ગંજાવર આર્થિક સેટિંગ ધરાવે છે.

દેશની દશા જુઓ તો પણ રામમંદિર, કલમ-૩૭૦ તથા ત્રણ તલ્લાક પગલા લેવાયા પણ હિન્‍દુ ઉત્‍થાનનું શું? કોઇ સામાન્‍ય હિન્‍દુ પરિવાર સમાનભેર, સલામત-સુખી જીવન જીવે છે.? હિન્‍દુત્‍વ એક યોગ્‍ય છે, પણ રણનીતિના અભાવે રોંગ સાઇડમાં ગાડું દોડવા  લાગે છે. નિヘતિ રણનીતિ-ટૂંકા અને લાંબાગાળના આયોજન સાથે આ દિશામાં પરિણામલક્ષી કામ થવું જોઇએ. ગુજરાતમાં દરરોજ લવ જેહાદની ઘટનાઓ બંને છે પણ ભાજપ-સંઘનું લોહી ઉકળતું નથી.ᅠᅠ

(9:53 AM IST)