News of Wednesday, 25th December 2024
ગોંડલના મોટી ખીલોરી પાસે અકસ્માતમાં વાસાવડના દક્ષ મારડીયાના મોતથી અરેરાટી
ત્રિપલ સ્વારી બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયોઃ બેને ઇજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. રપ :.. ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનાની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાતા વાસાવડના યુવકના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. અન્ય બે ને ઇજા થઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ વાસાવડ રહેતા દક્ષ ઉર્ફ ચિન્ટુ કિશોરભાઈ મારડિયા ઉં.૧૭ અને તેના બે મિત્રો વિશાખ મહેશગીરી ગોસાઈ અને દિવ્યેશ રાત્રિના દેરડી થી નાસ્તો કરી બાઈક પર વાસાવડ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટીખીલોરી ગામ નાં પુલ પાસે અચાનક રોડ પર ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દક્ષનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હોય સારવાર માટે સાણથલી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માત માં મોત ને ભેટેલો દક્ષ અભ્યાસ કરતો હતો. બે ભાઇઓ નાં પરીવાર માં નાનો હતો.તેનાં પિતા ઇલેક્ટ્રોનિક નો વેપાર કરેછે. યુવાન પુત્ર નું અકાળે મોત નિપજતા પરીવાર માં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત અંગેની તપાસ સુલતાનપુર પોલીસ જમાદાર અર્જુનભાઈ દવેરા એ હાથ ધરી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
