<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

વાહ ! રિષભ પંતે દિલ જીત્‍યુ પ્રેકટીસ પડતી મુકી દિવ્‍યાંગ બાળકને મળવા પહોંચ્‍યો

બાળક સાથે વાત કરી ફોટા પણ પડાવ્‍યા, વિડીયો વાયરલ

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે મેલબોર્નમાં ચોથી ટેસ્‍ટ ૨૬ ડિસેમ્‍બરથી શરૂ થશે. હાલમાં ટેસ્‍ટ શ્રેણી ૧-૧થી બરાબર છે. ટીમ ઈન્‍ડિયાએ શ્રેણી કબજે કરવા માટે પ્રેક્‍ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઋષભ પંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક દિવ્‍યાંગ બાળકને મળતો જોવા મળી રહ્યો છે.

રિષભ પંત એક વિકલાંગ બાળક સાથે ફોટો પડાવતો જોવા મળે છે. પંતે પેડ પહેર્યા હતા, એવું લાગી રહ્યું હતું કે તે પ્રેક્‍ટિસ છોડીને તે બાળકને મળવા આવ્‍યો હતો. પહેલા તેણે બાળક સાથે વાત કરી અને પછી તેનો ફોટો પણ ક્‍લિક કરાવ્‍યો. વિડીયો હ્રદયસ્‍પર્શી હતો.

(2:32 PM IST)