<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

નીતીશ કુમાર અને નવીન પટનાયકને 'ભારત રત્ન' આપવો જોઈએ: ભાજપ સાંસદ ગિરિરાજસિંહની માંગ

બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે 2025માં આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં ફરીથી NDAની સરકાર બનશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકને ભારત રત્ન સન્માન આપવાની માંગ ઉઠી છે. આ માંગ ભારતીય જનતા પાર્ટીના નેતા અને બેગુસરાય સીટના સાંસદ ગિરિરાજ સિંહે ઉઠાવી છે. ગિરિરાજે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, 'નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકને ભારત રત્ન આપવામાં આવે.'

બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે પણ અટલજીની જન્મજયંતિ પર કહ્યું છે કે 2025માં આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં ફરીથી NDAની સરકાર બનશે. 

ગિરિરાજસિંહે કહ્યું- "કોઈએ મૂંઝવણમાં ના રહેવું જોઈએ. લાલુજી ભલે ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વમાં થશે અને બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે. નીતિશ કુમાર ઘણા સમયથી મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આજે ત્રીસ વર્ષના બાળકોએ લાલુજીનું જંગલ રાજ જોયું નથી. 

(10:11 PM IST)