<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

જામનગરના કળશીધારમા પરિવારે પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતા યુવતિએ મોત મીઠું કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫ : જામજોધપુર ગામે કળશીધાર વાડીએ વિસ્‍તાર જીવણભાઈ બેચરભાઈ સંતોકીની વાડીએ રહેતા રમેશભાઈ નાથાભાઈ મકવાણા, ઉ.વ.૪૭ એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪-૧ર-ર૦ર૪ના મરણજનાર મિતલબેન રમેશભાઈ મકવાણા, ઉ.વ.૧૮ વર્ષ ૮ મહિનાવાળાને તેમના પસંદગીના પાત્ર સાથે અગાઉ સગાઈ બાબતે વાત કરેલ હોય અને પરીવારના સભ્‍યોએ સગાઈની ના કહેતા જે વાતનું મનમા લાગી આવતા મરણજનાર મીતલબેન પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

ગાયત્રીનગરમાં આંતક મચાવતા ફરીયાદ નોંધાઈ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સત્‍યપાલસિંહ વિજયભાઈ ચૌહાણ, ઉ.વ.ર૧, રે. ગાયત્રીનગર શેરી નં.૩, કે.પી.શાહ ની વાડીની બાજુમાં રામેશ્‍વરનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-૧ર-ર૦ર૪ ના ફરીયાદી સત્‍યપાલસિંહ ને આરોપી યુવરાજસિંહ ઉર્ફે પુરીયો સહદેવસિંહ જાડેજા એ રોકી કહેલ કે તારા મામાના દિકરો કેમ ઘરે જતો રહેલ તેમ કહી ફરીયાદી સત્‍યપાલસિંહને કહેલ કે તારા મામાના દિકરાને ઘરની બહાર બોલાવ તેમ કહી જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને તેવામાં ફરીયાદી સત્‍યપાલસિંહના પાડોશમાં રહેતા જીતેન્‍દ્રસિંહ રાયજાદા આવેલ અને આરોપી યુવરાજસિંહ ઉર્ફે પુરીયાનો હાથ પકડી ઘરમાં મુકી આવેલ અને થોડીવાર બાદ ફરીયાદી સત્‍યપાલસિંહ તથા અર્જુનસિંહ જાડેજા તથા છત્રપાલસિંહ જાડેજા એમ ત્રણેય જણા તેના ઘર પાસે ઉભા હતા ત્‍યારે આરોપી યુવરાજસિંહ ઉર્ફે પુરીયો ઘરની બહાર આવી જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને ગાળો બોલતો બોલતો જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી લતામા રહેતા જયશ્રીબા હનુભા ગોહીલ તથા ગજેન્‍દ્રસિંહ કિરીટસિંહ જાડેજા તથા ભાગ્‍યશ્રીબા મયુરસિંહ જાડેજા તથા રીટાબા રાજેન્‍દ્રસિંહ પરમાર એમ બધા આરોપી યુવરાજસિંહ ઉર્ફે પુરીયાને સમજાવવા જતા તે એકદમ ઉશ્‍કેરાઈ જતા અર્જુનસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા અવાર નવાર અમારા લતામાં ખોટી રીતે ત્રાસ આપી ગુનો કરેલ છે.

 જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સચીનભાઈ શૈલેષભાઈ પંચોલી, ઉ.વ.ર૯, રે. ગાયત્રીનગર શેરી નં.૩, કે.પી.શાહ ની વાડીની બાજુમાં રામેશ્‍વરનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૧ર-ર૦ર૪ ના ફરીયાદી સચીનભાઈ પોતાની એકટીવા મોટરસાયકલ લઈને અંબર સીનેમા પાસે આવેલ પીટર ઈંગ્‍લેન્‍ડ કપડાના શોરૂમમા નોકરીએ જતા હતા ત્‍યારે ગાાયત્રીનગર શેરી નં.૩ ના ખુણે આવેલ સબસ્‍ટેશન પાસે આરોપી યુવરાજસિંહ ઉર્ફે પુરીયો સહદેવસિંહ જાડેજા એ રોકી કહેલ કે તને બઉ પાવર આવી ગયો છે હે તારે શેરીમાં રહેવુ છે ને હું એક રાડ પાડુ એટલે તારે ઉભુ રહી જાવાનું તેમ કહી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

કાનાનગરમાં દારૂ સાથે ઝડપાયોઃ ત્રણ ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. રવિરાજસિંહ અનિરૂઘ્‍ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૧ર-ર૦ર૪ ના કાનાનગરમાં શેરી નં.૧ ના છેડે રહેતો રતનશી કાનજી મંગેના મકાનમાં આરોપી મહેન્‍દ્ર ઉર્ફે મસાલી કરશનભાઈ માવ એ ગેરકાયદેસર પાસ પરમીટવગર પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની કાચની શીલબંધી બોટલ નંગ-૧૭૪, કિંમત રૂ.૮૭,૦૦૦/- નો મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂનો જથ્‍થો પુરો પાડનાર આરોપીઓ દિપક ઉર્ફે દિપુ સરગમ, લાખા ગઢવી, પ્રેમ ઉર્ફે કાનો બારૂતો ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૧ર-ર૦ર૪ ના ચૌહાણ ફળી શેરી નં.૩, હનુમાનજીના મંદિર પાસે આરોપીઓ પરેશભાઈ શાંતીલાલ પરમાર, રાજેશભાઈ હરીભાઈ મકવાણા, વિપુલભાઈ નાથાલાલ ચાવડા, રમેશભાઈ ચકુભાઈ મકવાણા, ધીરેન હેમંતલાલ ફલ એ ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧પ૯૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:59 PM IST)