<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલને દારૂ વેચતા પોલીસે ઝડપી પાડ્યો

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલને દારૂ વેચતા પોલીસે ઝડપી પાડ્યો છે. આણંદમાં દિવા નીચે જ અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ આણંદ જિલ્લાની પોલીસ 31 ડિસેમ્બરને લઈ એક્શનમાં દેખાઈ રહી છે. તો બીજી તરફ પોલીસ કર્મચારી જ દારુનુ વેચાણ કરી રહ્યો છે , પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. ભારતીય બનાવટ વાળી 20 પેટી જેમાં 240 બોટલ મળી રુપિયા 3,63,360 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આણંદ એલસીબી પોલીસે બાતમી આધારે રેડ કરી હતી.


 

(11:47 AM IST)