તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 25th December 2024
સદર બજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો આફતાબ પકડાયો પ્રનગર પોલીસે ચાઇનીઝ દોરાની નવ રીલ કબ્જે કરી

રાજકોટ તા. ૨૫: શહેરના સદર બજાર માં પ્રનગર પોલીસે આગામી મકરસંક્રાંતીના તહેવાર અનુસંધાને ચેકીંગ હાથધરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા એક શખ્સને નવ ચાઇનીઝ દોરીની રીલ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મકરસંક્રાંતીના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નરે સૂચના આપતા પ્રનગર પોલીસ મથકના પીઆઇ.પી.આર.ડોબરીયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આઇ.એ બેલીમ, હેડ કોન્સ જેન્તીભાઇ વાવડીયા, કોન્સ તોફીકભાઇ મંઘરા, ચાપરાજભાઇ ખવડ, વનરાજભાઇ કાઠી, પ્રતિકસિંહ રાઠોડ તથા ધર્મેશભાઇ મોણપરા સહિતે સદરબજારમાં ચેકીંગ હાથધરી પ્રતિબંધીત ચાઇનીઝદોરીનું વેચાણ કરનારા આફતાબ સાહબુદીનભાઇ શેખ (ઉ.વ. ૧૯) (રહે સદરબજાર શ્રીકૃષ્ણચોક પાસે) ને પકડી લઇ રૂા. ૯૦૦ ની કિંમતની ચાઇનીઝદોરીની નવ રીલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
(4:15 PM IST)










