News of Wednesday, 25th December 2024
સિદસર મહોત્સવ પડકારો ઝીલીને સમાજને નવી ઉંચાઇએ પહોંચાડશેઃ નરેન્દ્રભાઇ મોદી
ઉમિયાધામ સિદસરમાં ભુપેન્દ્રભાઇ પટેલ ઉદઘાટન સમારંભમાં હાજર ન રહી શકયાઃ પરસોતમભાઇ રૃપાલાના હસ્તે પ્રારંભ

આજે સિદસર શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં સવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ઉદ્્ઘાટન સમારંભમાં પરસોતમભાઇ રૂપાલા, મૌલેશભાઇ ઉકાણી સહિતના ઉપસ્થિત રહ્ના હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા.રપઃ જામજોધપુર તાલુકાના સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટ્ય ૧૨૫ વર્ષની ઉજવણી નીમીતે યોજાયેલા શ્રી ૧। સતાબ્દી મહોત્સવનો આજે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૃપાલા, પાટીદાર શ્રેષઠીઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ અને લાખો ભાવિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહી શકયા ન હતા.
ઉમીયાધામ સિદસર ખાતે યોજાયેલા શ્રી ૧। શતાબ્દી મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સથી સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ઉમીયા પ્રાગટ્યના સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે પાટીદાર સમાજ તથા ઉમીયાધામ સિદસર સામાજીક સમરસતામાં નિમીત બનશે. આ મહોત્સવ પરંપરા જાળવી રાખવા તથા નવા પડકારો ઝીલવા સમાજને નવી ઉંચાઈ પર પહોંચાડશે. મહોત્સવ લોકે ચેતના લોક કલ્યાણમાં સહ ભાગી બનશે. વડાપ્રધાન શ્રી મોદીએ ૨૦૧૨ માં સિદસર મહોત્સવની ચાદ તાજી કરી હતી.
ઉમીયાધામ સિદસર ખાતે શ્રી ૧। શતાબ્દી મહોત્સવના ઉદઘાટક તરીકે બોલતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી પરસોતમભાઈ રૃપાલાએ જણાવ્યું હતુ કે મા ઉમીયાના મહોત્સવના ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર, દાતાઓ ૬૦૦૦ જેટલા સ્વયંસેવકો તથા મહોત્સવના આયોજક ઉમીયાધામ સિદસરને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રૃપાલાએ પાટીદાર સમાજને વ્યસન મુકત બનાવવા હાકલ કરતા જણાવ્યું કે પાટીદાર સમાજની તમામ બહેનો રક્ષાબંધનમાં ભાઈ પાસે ગીફટ સાડીના બદલે વ્યસન મુકત સમાજના નિમાર્ણમાં સહભાગી બને. રાજકોટ-અમદાવાદમાં આકાર લઈ રહેલ ૨૫૦ કરોડના શૈક્ષણિકધામ પાટીદાર સમાજની નવી પેઢીને સલામત શિક્ષા આપવાના પ્રયાસ પ્રસંસનીય છે. સામાજીક સંગઠન દ્વારા શકિત ઉત્પન્ન કરી સમાજ વિકાસની નવી દિશા ખોલવા આહવાન કર્યુ છે. તેમણે પાટીદારોની આવનારી પેઢી ગુજરાતી ભાષા વિશેષ કાળજી લે તેવી હિમાયત પણ કરી છે. આજના ગ્લોબલ સમયે અંગ્રેજીની સાથે અન્ય ૧૦ ભાષા આવળવી જોઈએ. પરંતુ માતૃભાષા ગુજરાતી ગોરવ હોવું જોઇએ તેવું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૃપાલાએ જણાવ્યું હતું.
શ્રી ૧। શતાબ્દી મહોત્સવમાં મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, પાટીદાર મહાપદમ જીવનભાઈ ગોવાણી, મલેશભાઈ ઉકાણીના અદકેરા સન્માન થયા હતા. મા ઉમીયાના માધ્યમ થી સમાજ વિકાસના કાર્યો થકી રાષટ્ર નિમાર્ણમાં સહયોગ આપવા મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયાએ અપીલ કરી છે. ઉમીયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા તથા મેનેજીંગ ટ્રસ્ટીએ જણાવ્યું કે આવકના ૧૦ ટકા હિસ્સો સમાજ વિકાસ કાર્યમાં આપી માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીની સાધના કરી પાટીદાર સમાજની નવી પેઢીને ઉચ્ચ શિક્ષીત કરવા જણાવ્યું છે.
ઉમીયા ધામ સિદસર અમલી બનાવવામાં આવેલ ઉમીયા સમૃધ્ધિ યોજના-૩ આગામી ૨૦૩૧ પહેલા ૨૦૨૭ માં પૂર્ણ થાય તે માટે મહોત્સવના કન્વીનર ગોવિંદભાઈ વચ્ચોટાએ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ હાઇબોન્ડ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર દ્વારા ૫.૫૧ કરોડ તથા વલ્લભાઈ વડાલીયા પરિવાર દ્રારા ૨.૫૧ કરોડના દાનની જાહેરાત થતાની સાથે જ ઉપસ્થિત આગેવાનોએ તેમનું સન્માન કર્યુ હતુ.
સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સના પ્રારંભે ઉદ્ઘાટક તરીકે પૂર્વ કેન્દ્રય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૃપાલા સમારોહના અધ્યક્ષ તરકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્ય મહેમાન તરીકે જામનગરના પ્રભારી કેબીનેટ મંત્રી મુળુભાઈ બે અતિથિ વિશેષ તરીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, સરદારધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કલ્પેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, રાજેશભાઈ ભાલોડીયા ગેલેકસી ગ્રુપ રાજકોટ, નીતીનભાઈ કણસાગરા ફિલ્ડમાર્શલ ગ્રુપ, બળવંતભાઈ મણવર પૂર્વ મંત્રી- ડુમીયાણી, હરીભાઈ પટેલ પૂર્વસાંસદ રાજકોટ, પુનમબેન માડમ સાંસદ-જામનગર, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુર, રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હરિપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી, ખજાનચી ધોરાજી, મોહનભાઈ કુંડારીયા પૂર્વ મંત્રી- મોરબી, સૌરભભાઈ પટેલ પૂર્વ મંત્રી- અમદાવાદ, જયંતીભાઈ કાલરીયા પૂર્વ મંત્રી રાજકોટ, જયંતીભાઈ કવાડીયા પૂર્વ મંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગાંધીનગર, મહેન્દ્રભાઈ પાડલીયા ધારાસભ્ય ધોરાજી, સંજયભાઈ કોરડીયા ધારાસભ્ય જૂનાગઢ, અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય માણાવદર ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ૧। શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યુવા સંમેલન યોજાશે જેના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થતિ રહેશે. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા યુવાનોને પ્રસંગોચિત ઉદબોધન કરશે. આ સંમેલનમાં અતિથી વિશેષ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં ગર્લ્સમાં પ્રથમ દ્રિજા ધર્મેશ પટેલ, હર્ષિત કાવર, ચિરાગ પાણ, ચિંતન સીતાપરા, રીચી કોટડીયા, ભાવેશ વરમોરા, નિધેય પાણ, મનોજ વરમોરા, દિપક ઢોલ, અંકુર ભાલોડીયા, ચિંતન ભાલોડીયા, જય ઉકાણી, હાર્દિક વરમોરા, રીમલ કટારીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીયા, લવ ઉકાણી, સમીર હાંસલીયા, અમર ભાલોડીયા, મિત ધરસંડીયા, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી, જયેશ કૈલા, જીત સાપરીયા, આદિત્ય પટેલ, દિપક લાલકીયા, જયસુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, ધવલ હરિપરા, જયેશ જાવીયા, લખન ફળદુ, તમન્ના ઝાલોડીયા, જાનકી પટેલ, વિરલ માકડીયા, અંકિતા માણાવદરીયા રાધા ઉકાણી, ક્રિષ્ના રાણીપા ઉપસ્થિત રહયા હતા.
મહોત્સવની સાથે સાથે
કડકડતી ઠંડીમાં ૧૫ સ્થળે ગરમા ગરમ ચાની વ્યવસ્થા. ઠેર ઠેર મીનરલ વોટરની વ્યવસ્થા. ૮૦૦૦ સ્વયંસેવકોની ફોજ ર્પાકિંગ, ટ્રાફિક સલામતી-બેઠક પ્રસાદ વિતરણ, સફાઈ, ભોજનાલય, બુટ ચંપલ, કૃષિ મેળો સહિતની કામગીરીમાં ખડે પગે ઉભા રયા. રોશનીના ઝગમગાટથી માં ઉમીયા માતાજી મંદિર પટાગણ ઝગમગી ઉઠ્યું. ખેડૂતોને અતિ ઉપયોગી એવા કૃષિમેળામાં ગામે ગામથી ઉમટી પડેલા ખેડૂતપુત્રોની લાંબી કતારો લાગી. પંચકુંડી મહાયજ્ઞ શાસ્ત્રોકત વિધિથી ગુંજી ઉઠયું.
સિદસર ખાતે માં ઉમિયાના મંદિર સામે વેણું નદીના કાંઠે આવેલ યજ્ઞશાળામાં આજે જુનાગઢના ધારાસભ્ય અને ઉમિયા ધામના ટ્રસ્ટી સંજયભાઈ કોરડીયા,પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી, ઉમીયાધામના ચીમનભાઈ સાપરીયા, જયેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ અરણી મંથના દૂારા અગ્નિ પ્રજવલીત કરી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ યજ્ઞશળાનું સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી નિમાર્ણ કરાયું છે. આ યજ્ઞશાળા ઋષિમુનીની યજ્ઞશાળાની માફક માત્ર લાકડું અને ધાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૨૫ કુંડી યજ્ઞોમાં વેદપાઠી બ્રાહમણો દ્વારા શાસ્ત્રોકત વિધીથી મંત્રોચાર સાથે હોમ હવન કરવામાં આવી રહયો છે. સવાર અને સાંજ એમ બે ટાઈમ આ મહાયજ્ઞમાં ૨૫-૨૫ યજમાનો ભકિતભાવ પૂર્વક આહુતિ આપશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
