News of Wednesday, 25th December 2024
રાજ્યોની મફત યોજનાઓ વિકાસને નુકશાન પહોંચાડી શકે છે : અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી રહયુ છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટમાં મફત યોજનાઓ અંગે ચિંતા

મુંબઈ, તા.૨૫: જે તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો વસ્તુઓ અને સેવાઓના મફત વિતરણના વચનો આપતા હોય છે, અર્થકારણના નિષ્ણાંતો આ પ્રેક્ટીસ સામે અનેકવાર વધો ઉઠાવી ચુકયા છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આરબીઆઈ બુલેટિનના ડિસેમ્બર અંકમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૨૪-૨૫ના બજેટ અંદાજની ટકાવારી તરીકે કુલ રાજકોષીય ખાધ કેન્દ્ર અને રાજ્યો બંને માટે ઘટી છે. આનું મુખ્ય કારણ વધુ આવક, મહેસુલી ખર્ચમાં ધીમી વળદ્ધિ અને મૂડી ખર્ચમાં ઘટાડો હતો. આનાથી મધ્યમ ગાળામાં વળદ્ધિની સંભાવનાઓને મદદ મળશે.
ઘણા રાજ્યો દ્વારા તેમના ૨૦૨૪-૨૫ના બજેટમાં જાહેર કરાયેલી મફતની યોજનાઓને કારણે જટિલ સામાજિક અને આર્થિક માળખાના વિકાસને અસર થઈ શકે છે. લેખમાં વધુમાં જણાવાયું છે કે ઘણા રાજ્યોએ ૨૦૨૪-૨૫ માટે તેમના બજેટમાં મફત યોજનાની જાહેરાત કરી છે. હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત અનેક રાજ્યોએ કળષિ અને ઘરેલું ક્ષેત્ર માટે મફત વીજળી, મફત પરિવહન, બેરોજગાર યુવાનોને ભથ્થાં અને મહિલાઓને નાણાકીય સહાય સહિત અનેક રાહતોની જાહેરાત કરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કર વસૂલાતમાં વળદ્ધિ નોંધાવી છે અને આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે લેખમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના છે અને તેના મંતવ્યો રજૂ કરતા નથી.
લેખમાં જણાવવામાં આવ્યું કે ભારતીય અર્થતંત્ર સપ્ટેમ્બરમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જોવા મળેલી મંદી માંથી બહાર આવી રહ્યું છે, જેને તહેવારોની પ્રવળત્તિઓ અને ગ્રામીણ માંગમાં સતત વધારોને કારણે અર્થતંત્રને ટેકો મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ડિસેમ્બર બુલેટિનમાં પ્રકાશિત ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી' પરના લેખમાં આ માહિતી આપવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર સ્થિર વળદ્ધિ અને મધ્યમ ફુગાવા સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
લેખ અનુસાર, ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટર માટે મહત્વપૂર્ણ ડેટા (HFI) દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર બીજા ક્વાર્ટરમાં જોવા મળેલી મંદીમાંથી બહાર અવી રહયું છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
