<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રશિયન સેના તરફથી લડી રહેલા 3000 થી વધુ ઉત્તર કોરિયાના સૈનિકોના મૃત્યુ: યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો

ઓગસ્ટની શરૂઆતમાં રશિયાએ લગભગ 12,000 ઉત્તર કોરિયાના સૈનિકોને યુક્રેન મોકલ્યા છે

રશિયા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. 23 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના તરફથી લડી રહેલા 3000 થી વધુ ઉત્તર કોરિયાના સૈનિકો મૃત્યુ પામ્યા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે. એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટની શરૂઆતમાં રશિયાએ લગભગ 12,000 ઉત્તર કોરિયાના સૈનિકોને યુક્રેન મોકલ્યા છે.

દક્ષિણ કોરિયાના સાંસદ લી સુંગ-કોને 19 ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના 100 થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ 1000 ઘાયલ થયા છે.

ઝેલેન્સકીએ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી રહેલા સૈન્ય સહયોગ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે રશિયાની વધતી ભાગીદારી માત્ર ક્યુરેનિયન સરહદે જ નહીં, પરંતુ સમગ્ર કોરિયન દ્વીપકલ્પ અને તેની નજીકના પ્રદેશોમાં અસ્થિરતાનું જોખમ ઊભું કરી શકે છે.

ઉત્તર કોરિયાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા સંબંધિત માહિતી આપતાં ઝેલેન્સકીએ કહ્યું કે આ માહિતી યુક્રેનિયન ગુપ્તચર વિભાગ એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.

 

મંગળવારે યુક્રેનિયન શહેર ક્રીવી રિહમાં એક રશિયન બેલિસ્ટિક મિસાઇલે રહેણાંક ઈમારતને નિશાન બનાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. હુમલામાં ઓછામાં ઓછા 11 અન્ય લોકો ઘાયલ થયા છે અને ચાર માળની ઇમારતના કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે.

યુક્રેન 25 ડિસેમ્બરે બીજી વખત સત્તાવાર રીતે ક્રિસમસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન આ હુમલાના ઘટના બની છે.

(2:03 PM IST)