<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડેડિયાપાડાનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે તેમના શૈક્ષણિક સત્રના વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે નર્મદા જિલ્લાના ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એમ. આર. વસાવા, આર. ડી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

   કાર્યક્રમની શરૂઆત મંગળાચરણ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેમાં ડાન્સ, નાટક, ભજન અને મનોરંજક પ્રવૃત્તિઓથી સર્વે ને મંત્રમુગ્ધ કરી દીધા.
ચીફ ગેસ્ટ એમ. આર. વસાવાએ તેમના પ્રવચનમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજ. સેવાનો મૂલ્ય અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે શાળાના શિક્ષણના સ્તર અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. આ વાર્ષિક કાર્યક્રમ શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું પ્રતિક છે અને આવી ઉજવણીઓ થી વિદ્યાર્થીઓને નવી પ્રેરણા મળી છે

(10:52 PM IST)