તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
ગાઝામાં દર એક કલાકે થઇ રહ્યું છે એક બાળકનું મોત

નવી દિલ્હી: ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હજું સમાપ્ત નથી થયું. ત્યાંની સ્થિતિ દિવસેને-દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ઈઝરાયેલે ગાઝાને ખંડેર બનાવી દીધુ છે. ત્યારે આ વચ્ચે ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અંગે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી)એ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકનું મોત થાઈ છે, ત્યાં બાળકો માટે કોઈ જગ્યા નથી. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 14,500 બાળકોના મોત થઈ ગયા છે. દર કલાકે એક બાળક મૃત્યુ પામે છે. આ સંખ્યાઓ નથી. UNRWA એ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે, 'આ જિંદગીઓ ખતમ થઈ રહી છે. બાળકોની હત્યાને યોગ્ય ન ઠેરવી શકાય. જેઓ બચી જાય છે તેઓ શારીરિક અને ભાવનાત્મક રીતે ઘાયલ થાય છે. ગાઝામાં બાળકોને યોગ્ય શિક્ષણ પણ નથી મળતું, આ બાળકો માટે દર કલાકે ઘડિયાળ ટિક કરી રહી છે, તેઓ પોતાનું જીવન અને ભવિષ્ય ગુમાવી રહ્યા છે. 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયલ દક્ષિણ ઈઝરાયલની સરહદથી હમાસના હુમલાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરવા માટે ગાઝામાં હમાસ વિરુદ્ધ મોટા પાયે હુમલો કરી રહ્યું છે. જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
