News of Wednesday, 25th December 2024
વિધાનસભા નેતૃત્વ અંગેના નિર્ણયો અમે ચેનલના સ્ટુડીયોમાં નથી લેતાઃ અમિત ભાઇ
અમિતભાઇનું નિવેદન બિહારની ચૂંટણી માટે ખૂબ સૂચકઃ રાજકીય અફરાતફરી મચાવી : નિતીશકુમારને ચૂંટણી ચહેરો ગણાવાયેલ પણ નિતીશ પલ્ટી મારી રહ્યા હોય પરિવર્તનના એંધાણ

નવી દિલ્હીઃ તા. ૨૫: બિહાર વિદ્યાનસભા ચૂંટણી અંગે મડાગાંઠા પ્રર્વ્તિ રહી છે. પહેલા ભાજપે નિતિશ કુમારને ચૂંટણીનો ચહેરો ગણાવ્યા બાદ હવે અમિતભાઇએ નામ અંગે ચુપી સાધી લેતા રાજકીય સમીકરણો બદલતા નજરે પડી રહ્યા છે.એક ઇન્ટરવ્યું દરમિયાન અમિતભાઇને પ્રશ્ન પૂછાયેલ કે, બિહાર વિદ્યાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કરનાર છે, ત્યારે અમિતભાઇએ જણાવેલ કે, આવા નિર્ણયો અમે ટીવી ચેનલના સ્ટુડીયો રૂમમાં બેસીને નથી લેતા.
હવે બિહારમાં ચૂંટણીના નેતૃત્વ અંગે કોઇ નામ નકકી ન થયાનું સામે આવ્યું છે. આવી જ રીતે એકનાથ શિંદેને પણ મુખ્યમંત્રી પદથી દુર કરાયા હતા. જોકે નિતિશકુમાર કોઇના દબાણમાં આવે તેવી શકયતાઓ ઓછી છે. પણ અમિતભાઇનું નિવેદન બિહારમાં સરકાર પાડી શકે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
