<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

નહેરૃને ચિંતા હતી મુસલમાનોની, દલિતો કે વંચિતોની નહીઃ યોગીનો કોંગ્રેસ પર હુમલો

સપાના શાસનકાળમાં સુપર સીએમએ બાબા સાહેબ વિશે શું કહયું હતું તે સૌ જાણે છે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી આવાસ પર પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કોંગ્રેસ અને અન્ય પક્ષો પર નિશાન તાકતા કહયું કે કોંગ્રેસનું વલણ હંમેશા આંબેડકર વિરોધી રહયું છે. તે સમાજને વિભાજીત કરવાનું રાજકારણ કરે છે. તેમણે કહયું કે કોંગ્રેસનો ઇતિહાસ દલિતોને વંચિત રાખવાનો રહયો છે.

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ નહોતા ઇચ્છતા કે બાબા સાહેબ બંધારણ સમિતિનો હિસ્સો બને યુપીએ સરકારમાં બાબા સાહેબના ચિત્રને નેહુરૃ દ્વારા કોરડા મારતા બતાવાયા હતા. તેના માટે તત્કાલીન માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે માફી પણ માંગવી પડી હતી.

યોગીએ કહયું કે કોંગ્રેસે બાબા સાહેબને ચુંટણીમાં હરાવ્યા હતા. કોંગ્રેસ નહોતી ઇચ્છતી કે બાબ સાહેબ લોકસભામા઼ જાય, કોંગ્રેસે કયારેય પણ બાબાસાહેબના પરિનિર્વાણ પછી તેમનું સ્મારક નથી બનવા દીધું. બાબાસાહેબે રાજીનામું આપતી વખતે કોંગ્રેસ પર આક્ષેપ મુકયો હતો કે કોંગ્રેસ અને નેહેરૃને વંચિતો-દલિતોની નહીં, મુસલમાનોની ચિંતા છે. વંચિતો અને દલિતો માટેના આંદોલનને આગળ વધારનાર બાબા સાહેબને લોકસભાની કોઇ સમિતિના સભ્ય નહોતા બનાવાયા.

તેમણે કહયું કે દેશની આઝાદીના આંદોલન, બંધારણ નિર્માણ અને સ્વતંત્ર  ભારતમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરનું મોટું યોગદાન હતું. તેઓ ભારતમાતાના મહાન સપૂત હતા. તેમણે વિપરીત પરિસ્થિતિઓમાં તમામ પ્રકારના સામાજીક બંધનોનો સામનો કરીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે અર્થવ્યવસ્થા અને કાયદાના ક્ષેત્રમાં  દુનિયાની સર્વશ્રેષ્ઠ ડીગ્રી મેળવી હી. તેમણે ભારતને પોતાના એ જ્ઞાન વડે અલોકિત કરવા પોતાની તમામ તાકાત લગાવી હતી.

મુખ્યમંત્રી યોગીએ કહયું કે યુપીએ સરકારના વડાપ્રધાને કહયું પણ હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. તેમણે કહયુ઼ કે દલિતો-વંચિતોનો અધિકાર નથી ? તેમણે કહયું કે કોંગ્રેસ જેવો જ ઇતિહાસ સમાજવાદી પાર્ટીનો છે.કનોજમાં બાબાસાહેબ નામ પર બનેલ કોલેજમાંથી તેમનું નામ હટાવી દેવાયું. સહારપુર મેડીકલ કોલેજમાંથી પણ નામ હટાવી દેવાયું હતું. તેમણે કહયું કે ગૃહપ્રધાન અમિત શાહના સ્ટેટમેંટને તોડી મરોડીને રાજકારણ ખેલાઇ રહયું છે. કોંગ્રેસ અને સપાએ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. સપા સરકારના કાળમાં સુપર સીએમએ બાબા સાહેબ વિર્ષે શું કહયું હતું તે બધાને ખબર છે. (૩પ-૮)

(4:21 PM IST)