<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

દેડીયાપાડા નેત્રંગ હાઇવે રોડ ઉપર ટ્રકે એસટી બસને અથાડતા ચાલક અને આઠ મુસાફરોને ઇજા

બારડોલી ડેપોની એસટી બસ મુસાફરોને લઇ જતી હતી ત્યારે પૂરપાટ આવતી ટ્રકએ અકસ્માત કરતા કુલ નવને ઇજા કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા નેત્રંગ માર્ગ ઉપર પૂરપાટ જતી ટ્રક એ મુસાફરો ભરી જતી એસટી બસ સાથે અકસ્માત કરતા ડ્રાઈવર સહિત મુસાફરોને ઇજાઓ થઈ હતી

    પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઇ સોમાભાઇ નાયકા (હાલ રહે,બારડોલી એસ.ટી ડેપો તા.બારડોલી જી.સુરત મુળ રહે.બુધલેશ્વર મંદિર ફળીયું તા.મહુવા જી.સુરત) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ દેડીયાપાડા નેત્રંગ હાઇવે રોડ ઉપર પોતાના કબજાની બસ કઈ ને જતા હતા ત્યારે હાઇવા ટ્રક GJ-16-AW-1380 ની પુર ઝડપે હંકારી લાવી તેમની એસ.ટી.બસ નં.GJ-18-Z- 5073 ની સાથે સામેથી એક્સિડન્ટ કરતા બસ ચાલકને જમણા પગે નળાના ભાગે સામાન્ય ઇજા પોહચાડી તથા બસમાં બેસેલ આંઠ જેટલા પેસેન્જરોને ઇજા પહોંચાડી તથા પોતાને શરીરે ઓછી વધતી ઇજા પહોંચાડી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:55 PM IST)