<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

વર્ષનું અંતિમ શનિ પ્રદોષ વ્રત : શિવજીને કેસર અર્પણ કરો : સફળતાનો માર્ગ ખુલશે

શુભ મુહૂર્તમાં શિવલિંગની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવી, જીવનમાં સુખ- સમૃદ્ધિમાં વૃદ્ધિને માટે કામના કરવી

વડોદરા: પંચાંગ અનુસાર પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત ૨૮ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ૨-૨૬ વાગે થશે. જ્યારે તિથિનું  સમાપન ૨૯ ડિસેમ્બરે રાત્રે ૩-૩૨ વાગે થશે. એવામાં તા.૨૮ ડિસેમ્બરે વર્ષનું અંતિમ પ્રદોષ વ્રત કરવામાં આવશે. આ દિવસે શનિવાર હોવાને કારણે તેને શની પ્રદોષના નામથી ઓળખાય છે.

પ્રદોષ વ્રતના દિવસે શુભ મુહૂર્તમાં શિવલિંગની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવી, જીવનમાં સુખ- સમૃદ્ધિમાં વૃદ્ધિને માટે કામના કરવી, એક વાત ખાસ ધ્યાન રાખવાની કે, શિવલિંગને જળ અર્પણ કરતી વખત શિવજીનો પંચાક્ષરી મંત્ર “ ૐ નમઃ શિવાય “ નો જાપ કરવો. એવું કરવાથી શિવની  કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય બને છે.

તે ઉપરાંત પ્રદોષ વ્રતને દિવસે શિવલિંગ પર કેસર અર્પણ કરવું શુભ મનાય છે. તેનાથી મનુષ્યની દરિદ્રતામાંથી છુટકારો મળે છે, અને અટકેલા કામો જલ્દી પૂરા થાય છે. જો તમે દેવાની સમસ્યાથી પરેશાન હોવ તો આ વ્રતની પૂજા દરમિયાન શિવલિંગ પર જળમાં (કેસર) અને ચોખા નાખી તે જળ અર્પિત કરવાની માન્યતા છે. આ ટુચકો કરવાથી દેવુ દૂર થાય છે, અને ધનલાભનો યોગ બને છે, સાથે સાથે સફળતાનો માર્ગ ખુલે છે.

                           દર્શન ભટ્ટ, સંશોધક

(11:41 PM IST)