તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
મરણ પ્રસંગમાં જતા દંપતીની ફોર વ્હીલ ગાડીમાં પંકચર પડતા ગાડીમાંથી મોબાઇલની ચોરી
નાનીબેડવાણ ત્રણ રસ્તા પાસે બનેલી ઘટનામાં પંક્ચર બનાવી પરત આવતા મોબાઇલ ચોરી થયાની જાણ થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાની બળવાણ ગામ નજીક થી પંચર પડેલી ફોર વ્હીલ ગાડીમાંથી મોબાઇલ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર રજનીકાંત જશુભાઇ પંડયા ( ઉ.વ.૩૪)( ધંધો, સસ્તા અનાજની દુકાન,( રહે,ભરાડા (રેલ્વા) તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા સાવિત્રીબેન ખોપી ગામે મરણ પ્રસંગમા જવા સારૂ પોતાની ફોવ્હીલ ગાડી લઈ જતા હતા તે વખતે નાનીબેડવાણ થી પીપરવટી ગામ તરફ જવાના રસ્તા ઉપર નાનીબેડવાણ ત્રણ રસ્તા પાસે ફોર વ્હિલ ગાડીનુ પંચર પડતા બાલકિષ્નભાઈ પંચર બનાવી પરત આવતા તે સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમે ફોર વ્હીલ ગાડી નં-GJ-16-DC-4025 મા મુકેલ સેમસંગ કંપની A 55 નો મોબાઈલ જેમાં જીયો કંપની નું સીમકાર્ડ કિ.રૂ.૪૨,૯૯૯/- નો ચોરી કરી લઇ જતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
