તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th December 2024
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી: અજય ભલ્લાને મણિપુરની જવાબદારી, આરિફ ખાનની બિહારમાં નિયુક્તિ
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહને મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત: ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું સ્વીકારાયું :મિઝોરમના ગવર્નરમાંથી ડો. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિમણુંક : જનરલ (ડૉ.) વિજય કુમાર સિંહ મિઝોરમના નવા રાજ્યપાલ :બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવાયા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ પૈકી અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આરિફ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહને મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂક રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. મિઝોરમના ગવર્નરમાંથી ડો. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જનરલ (ડૉ.) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) ની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
આરિફ મોહમ્મદ ખાનને કેરળના ગવર્નરમાંથી બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત તમામ નિમણૂંકો જે તારીખથી આ નવા ગવર્નરો પોતપોતાની કચેરીઓનો ચાર્જ સંભાળશે તે તારીખથી પ્રભાવી થશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
