તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th December 2024
ઉત્તરાખંડમાં દુર્ઘટના :મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી:4ના મોત:SDRF તૈનાત
બચાવ કામગિરી શરૂ:અનેકને ઇજા

ઉત્તરાખંડના ભીમતાલ પાસે બસ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બસમાં લગભગ 27 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ રાહત કાર્યમાં લાગી ગઈ હતી. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
ભીમતાલ પાસે રોડવેઝની બસમાં 27 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. રોડવેઝની આ બસ ભીમતાલથી હલ્દવાની તરફ જઈ રહી હતી. અકસ્માત બાદ બસ લગભગ 1500 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જેમાં 24 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેણે લખ્યું કે ભીમતાલ પાસે બસ દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ મુસાફરોની સુરક્ષા માટે હું બાબા કેદારને પ્રાર્થના કરું છું.
અકસ્માત અંગે પોલીસનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીણાએ જણાવ્યું કે, નૈનીતાલના ભીમતાલમાં રોડવેઝની બસ ખાઈમાં પડી જતાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત ટીમ મોકલવામાં આવી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સ્થાનિક લોકો અને SDRFની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોને દોરડાની મદદથી ખાઈમાંથી ઉપર લાવવામાં આવ્યા હતા. લોકોને બચાવવા અને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવા માટે હલ્દવાનીથી 15 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. જેથી ઘાયલોને સમયસર સારવાર મળી શકે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
