News of Wednesday, 25th December 2024
વાંકાનેર માર્કેટયાર્ડના પુર્વ પ્રમુખ એડવોકેટ શકિલ પીરઝાદાનો જન્મદિવસ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૫ આજે તા. ૨૫ ડિસેમ્બરના રોજ વાંકાનેર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને હાલના ડિરેકટર એડવોકેટ શકિલ પીરઝાદાનો જન્મદિવસ છે.
સ્વતંત્રતા સેનાની, મોમીન સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સૈયદ ડો.એ.કે.પીરઝાદાના પૌત્ર, પુર્વ ધારાસભ્ય ખુરશીદહૈદર પીરઝાદા ઉર્ફે મીરસાહેબના પુત્ર, તથા પુર્વ ધારાસભ્યો મંજુરહુશેન પીરઝાદા અને મહંમદજાવેદ પીરઝાદાના ભત્રીજા શકીલ પીરઝાદા વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને રાજકોટ લોકસભા યુવા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચુકયા છે. હાલ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મહામંત્રી પદે સેવા આપી રહયા છે. તેઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્ને સતત સંધર્ષ કરતા રહે છે.
મોહંમદી લોકશાળા હાઈસ્કુલ ચંદ્રપુર અને એસ.એમ.પી હાઈસ્કુલ સીધાવદરનુ સંચાલન કરતી શૈક્ષણીક સંસ્થા ધી પીર કાસિમઅલી અંજુમને મોમીન ટ્રસ્ટ વાંકાનેરના પ્રમુખ પદે તેઓ સેવા આપી રહયા છે. તેમજ પીરમશાયખ સાર્વજનીક હોસ્પીટલમાં સલાહકાર તરીકે સેવા આપી રહયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દવારા એડવોકેટ શકીલ પીરઝાદા (BBA, MBA, LLB) ની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી છે.
સમાજના તમામ વર્ગોમાં વિશાળ મિત્રવર્તુળ ધરાવતા યુવા અગ્રણી શકીલ પીરઝાદાને તેમના જન્મદિવસ નીમીતે શુભેચ્છાઓ મળી રહી છે. મો.નં. ૯૮૯૮૪૨૭૪૮૬
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
