<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સાવરકુંડલમાં જૂન-૨૦૨૪થી તમામ વર્ગોની માન્‍યતા રદ છતા સ્‍કુલ ધમધમતી રહી

બબ્‍બે વખત ‘‘સીટ''ની રચના સ્‍થળ તપાસ છતા જર્જરીત મકાનમાં અભ્‍યાસ કરાવ્‍યો

(પ્રતાપભાઇ ખુમાણ દ્વારા)  સાવરકુંડલા,તા.૨૫ : બબ્‍બે વખત SIT ની રચના કરી સ્‍થળ તપાસ કરાવતા બન્ને ટીમો એ  બિલ્‍ડિંગ જોખમી જર્જરિત હોવાનો સ્‍પષ્ટ અભિપ્રાય આપ્‍યો હોવા છતાં... ઘનશ્‍યામ મહારાજ સ્‍કુલના સંચાલકોએ તંત્રની ના છતા જર્જરિત બિલ્‍ડીંગમાં શાળા ચાલુ રાખી વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઉભુ કર્યું.

સાવરકુંડલાની ૩ શાળાની માન્‍યતા રદ્દ કરવા આજે ગાંધીનગરમાં આખરી નિર્ણય લેવાશે.અગાઉ અમરેલી જિલ્લામાં ૫ શાળાની માન્‍યતા રદ્દ થઇ ચૂકી છે.અમરેલી જિલ્લામા શિક્ષણ જગતમા ચાલતી પોલમપોલ હવે ખુલીને સામે આવી રહી છે અને પાછલા કેટલાક દિવસોમા પાંચ શાળાની માન્‍યતા રદ કરવા કાર્યવાહી થયા બાદ આવતીકાલે સાવરકુંડલાની વધુ ત્રણ શાળાની માન્‍યતા રદ કરવા અંગે આખરી ચુકાદો આવશે. અહી શિક્ષણ તંત્રએ જૂન ૨૦૨૪ થી જ તમામ વર્ગોની માન્‍યતા રદ કરી દીધી હોવા છતા જર્જરિત બિલ્‍ડીંગમા શાળા ચાલુ રાખી સંચાલકોએ છાત્રોના જીવ પર જોખમ ઉભુ કર્યુ છે.

સાવરકુંડલાની ઘનશ્‍યામ મહારાજ પ્રાથમિક શાળા, મનીષા પ્રાઇમરી સ્‍કુલ ને રાજ એકેડમી સ્‍કુલના તમામ વર્ગોની માન્‍યતા અગાઉ જ રદ થઇ ગઇ છે જેમાથી બે સ્‍કુલોએ તો છાત્રોને ભણાવવાનુ બંધ કરી દીધુ છે. જયારે ઘનશ્‍યામ મહારાજ પ્રાથમિક શાળા આવા સંજોગોમા પણ હજુ ધમધમી રહી છે. તંત્રને અગાઉ આ ત્રણેય શાળામા અનેક પ્રકારની ગેરરીતિ અને નિતી નિયમો નેવે મુકીને ચલાવવામા આવતી હોવાની રજુઆત મળી હતી. જેથી ત્રણ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ ની અધ્‍યક્ષતામા સ્‍પેશ્‍યલ ઇમવેસ્‍ટીગેશન ટીમ (SIT)બનાવી તપાસ કરાવવામા આવી હતી. જેમા ટીમને વિવિધ ગેરરીતિઓ જણાતા ત્રણેય શાળાની તમામ વર્ગોની માન્‍યતા રદ કરી દેવામા આવી હતી.

તમામ વર્ગોની માન્‍યતા રદ થવા છતા ઘનશ્‍યામ મહારાજ શાળા ચાલુ હોય સંચાલકોને ચાલુ હોય સ્‍થાનિક શિક્ષણ કચેરી દ્વારા ગત સપ્તાહે સ્‍કુલ નોટીસ ફટકારવામા આવી હતી. જો કે સંચાલકોએ અમારી અપીલ ચાલુ છે તેવો ઉડાઉ જવાબ આપી શાળાના વર્ગો ચાલુ રાખ્‍યા છે. જ્‍યારે બબ્‍બે તપાસ કમિટીએ સ્‍થળ તપાસ કરી શાળા બિલ્‍ડિંગ જ જોખમી હોવાનો સ્‍પષ્ટ અભિપ્રાય આપ્‍યો હોય છતા બાળકો ને બિલ્‍ડિંગમાં બેસાડવા માં આવે અને અંતે અકસ્‍માતે કોઇ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર...?!

(1:35 PM IST)