News of Thursday, 26th December 2024
ભાજપ નેતા સીટી રવિની ધરપકડ કેસમાં કાર્યવાહી : પોલીસ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ : જાણો સમગ્ર મામલો
બીજેપી નેતા એમએલસી સીટી રવિની ધરપકડ બાદ કર્ણાટકમાં હોબાળો વધ્યો :પોલીસ ઇન્સ્પકેટરને સસ્પેન્ડ કરાયા :ઉપરી અધિકારીઓના આદેશનું પાલન ન કરવાનો આરોપ

બેંગલુરુ કર્ણાટકના બેલગાવીના ખાનપુર પોલીસ સ્ટેશનમાં બીજેપી નેતા એમએલસી સીટી રવિની ધરપકડ બાદ, ભાજપના નેતાઓને સ્ટેશનની અંદર જવા દેવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ, દલિત અને કન્નડ તરફી સંગઠનોએ આ સસ્પેન્શન વિરુદ્ધ ખાનપુર બંધનું એલાન આપ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર, ગૃહ પ્રધાન જી.પરમેશ્વરાએ બેલગાવીમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે. પત્રકારો સાથે વાત કરતા પરમેશ્વરાએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં સીટી રવિના મુદ્દા પર ચર્ચા થઈ નથી. હાલમાં સીઆઈડી આ મામલે તપાસ કરી રહી છે, તેથી તે આ અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં.
તેમના ઉપર તેમના ઉપરી અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બુધવારે મળેલી સત્તાવાર માહિતી અનુસાર, બેલાગવી નોર્થ ઝોનના આઈજી વિકાસ કુમારે 21 ડિસેમ્બરે પોલીસ ઈન્સ્પેક્ટર અને સ્ટેશન ઈન્ચાર્જ મંજુનાથ નાયકને સસ્પેન્ડ કરવાનો આ આદેશ જારી કર્યો છે.
પોલીસ ઈન્સ્પેક્ટર પર પોલીસ સ્ટેશનમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન કરવાનો આરોપ છે. દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય વળાંક આવ્યો છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
