<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારમા કરૂણ બનાવઃ થ્રેસરમા આવી જતા પરપ્રાંતિય સગીરાનુ મોત ધુળનુ તગારૂં લેવા જતી વખતે ચુંદડી મશીનમા લપેટાઈ બાદ મોતના મુખમાં ધકેલાઈ પોલીસ વિગતો અનુસાર ધ્રોલના લૈયારા વાડી વિસ્તારમા પરપ્રાંતિય મંજુર અનીતાબેન બાનુભાઈ વસુનીયા ઉ.૧૫નું મૃત્યુ ભારે અરેરાટી મળતી વિગતો અનુસાર બનાવ મરણ જનાર મગફળી કાઢવાના થ્રેશરની સંત્રીની સાપટીંગ નીચે મગફળીમાથી ધુળ નીકળતી હતી જે ધુળનુ તગારૂ લેવા જતા અચાનક તેના ગળાની ચુંદડી થ્રેશરની સંત્રીની સાપટીંગમા વીટાઇ ગયેલ અને મરનજનાર પણ થ્રેશરમા આવી જતા તેના ગળાના ભાગે ચુંદડી વિટાઇ ગયેલ હોય જેથી ૧૦૮ ફોન કરી બોલાવતા ફરજ પરના ડોકટરે જોઇ તપાસીને મરણ ગયેલ હતા બનાવ થી ભારે અરેરાટી. સંજય ડાંગર અકિલા.5:56 PM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી 'અમૃતકાળ' એટલે 'કર્તવ્યકાળ'ની વિભાવના ચરિતાર્થ કરવા સૌ સાથે મળી પ્રતિબદ્ધ બનીએ : ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સરકાર અને મીડિયા- બંનેનો હેતુ લોકકલ્યાણનો છે: યુવા પેઢીને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો સાથે જોડવામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બનશે : ભારતીય સંસ્કૃતિમાં 'ભાવ'નું વિશેષ મહત્ત્વ, આ ભાવ-રાગ-તાલના ત્રિવેણી સંગમનો મહોત્સવ : ભૂપેન્દ્રભાઈ પટેલ ::‘ભારતકૂલ’ જેવાં આયોજનો થકી રાજ્યના યુવાનોને દેશ-રાજ્યના ધાર્મિક, સામાજિક અને કલાત્મક વારસાથી વધુ માહિતગાર થશે:ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી4:49 PM IST

મામા - ભાણેજ કે સત્તાનો કોઈ મુદ્દો નથી : વિચારધારાનો વિવાદ : નાગરીક બેંક ડિરેકટરોની ચૂંટણીમાં માત્ર રાજકોટના ૧૩ ઉમેદવારો માટે રાજકોટ વિસ્‍તારના ૧૯૬ મતદારો જ મત આપી શકશેઃ દસ લાખથી વધુ લોકોના હિતરક્ષક તરીકેની જવાબદારી કલ્‍પક મણિયાર નિભાવતા જ રહેશે : વિબોધ દોશી : કલેકટર શ્રીની લેખીત સૂચના મુજબ માત્ર રાજકોટના વિસ્‍તારના ૧૯૬ મતદારો રાજકોટના ૧૩ ઉમેદવારો માટે મત આપી શકશે : રાજકોટ અને બહારગામના તમામ ૩૩૨ મતદારો ર અનામત મહિલા ઉમેદવારોને મત આપી શકશે, સંસ્‍કાર પેનલના એક મહિલા સહિત દસ જનરલ કેટગરીના ઉમેદવારો તેમજ ૧ મહિલા અનામત ઉમેદવાર એમ કુલ ૧૧ ચૂંટણી જંગમાં કલ્‍પક મણિઆર સહિતના ૪ ઉમેદવારો અંગેનો આજે ગમે તે ઘડીએ ચુકાદો : સંસ્‍કાર પેનલના ચૂંટણી નિશાન ડાયમંડ (હીરો), માઈક કે નાસ્‍પતિમાથી કોઈ એક કલેકટર શ્રી ફાળવશે વિબોધ દોશી : જયોતિન્‍દ્ર મામા કૌભાંડી અંગે પોતાનાથી (કલ્‍પક મણીયારથી) અલગ વલણ ધરાવે છે એટલા પુરતો મતભેદ છે : બાકી કોઈ મનભેદ નથી : મામા - ભાણેજ વચ્‍ચેના અંગત - પારિવારીક સંબંધો સારા છે અને સારા રહેશે : સંસ્‍કાર પેનલ10:03 AM IST

‘પદ્મશ્રી' વેદ ઋષી દયાળમુનિ આર્યનું મહાપ્રયાણ : ચાર વેદોનો અનુવાદ કરી ગુજરાતી ભાષામાં અવતરનાર : સંસ્‍કળત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી આર્યભાષામાં પારંગત બન્‍યા. ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવ નિદાન પર ૧૮ પુસ્‍તકો તૈયાર કર્યા જે યુનિવર્સિટી અભ્‍યાસક્રમમાં સામેલ : અભ્‍યાસ માત્ર પાંચ ધોરણ છતાં સાડા પાંચ વર્ષની અથાગ મહેનતથી ચાર વેદોના સંસ્‍કળતમાંથી ૨૦,૩૯૭ મંત્રોનો અને ૭,૬૮,૦૦૦ થી વધુ સંસ્‍કળત શબ્‍દોનો સામાન્‍ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ કરી ૧૬ પુસ્‍તકો તૈયાર કર્યા : એક મહાન ચિકિત્‍સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુંવાદક, સમાજ સુધારક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્‍તા, ગાયક અને પુસ્‍તકાધ્‍યક્ષ જેવું બહુઆયામી વ્‍યક્‍તિત્‍વ હતા : ટંકારામાં આર્ય સમાજની નિશ્રામાં ૨૫ વર્ષ સુધી આયુર્વેદ ચિકિત્‍સાલયમાં નિઃશુલ્‍ક સેવા આપી હજારો દર્દીઓને નિરામય આરોગ્‍યનું સુખ પહોંચાડ્‍યું : બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવનાર વિરલ વિભૂતીએ ૯૦ વર્ષે ટુંકી બીમારી બાદ આજે દેહ ત્‍યાગ કર્યો3:08 PM IST

‘પદ્મશ્રી' જોરાવરસિંહ જાદવના લોક-કલા સંગ્રહાલયનું રવિવારે ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ : મ્‍યુઝિયમમાં હડપ્‍પન સંસ્‍કળતિ કાળના અને કચ્‍છના માટી કામના કલાત્‍મક વાસણો, સીસમની વિવિધ આકારની કલાત્‍મક કાશકીઓ, પ્રસિદ્ધ ચિત્રકારોના કલાત્‍મક ચિત્રો, મોગલ સમયથી લઈ ભારતમાં વિવિધ રાજ્‍યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ, મોતી ભરત, શ્રીફળ લોટા, વિંજણા, કંકાવટીઓ, વિસરાઈ ગયેલી શોખટા બાજી, દરિયાઈ શંખો, ઘાટઘાટની પ્રાચીન પાઘડીઓ, તલવારો, વિવિધ આકારના તાળાઓ સહિત અનેક લોક સંસ્‍કળતિને જીવંત રાખતી વસ્‍તુઓનો બેનમૂન સંગ્રહ જોવા મળશેઃઅનેક સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો હાજર રહેશે11:07 AM IST