<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ચુંટણી રેલીને સંબોધન કરી રહયા હતા ઓવૈસીઃ પોલીસે ચાલુ સભામાં નોટીસ પકડાવી

મુંબઇ, તા., ૧૪: મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચુંટણી માટે પ્રચાર અભિયાન પોતાના અંતિમ તબક્કામાં છે ત્‍યારે મહાયુતિ અને મહા વિકાસ અઘાડીના મૌખીક જંગ ઉપરાંત એઆઇએમઆઇએમના સુપ્રીમો અસદુદીન ઓવૈસી પોતાના ભાષણો અને ફાયરબ્રાંડ બયાનોથી સતત ચર્ચામાં છે. તેમના ભડકાઉ ભાષણો માટે ચેતવણી આપતા મહારાષ્‍ટ્ર પોલીસે સોલાપુરમાં ઓવૈસીની એક જનસભા વચ્‍ચે અચાનક મંચ પર આવીને તેમને નોટીસ પકડાવી તો ત્‍યાં ઉપસ્‍થિત લોકો હાકાબાકા રહી ગયા. પોલીસની નોટીસ વાંચતા વાંચતા ઓવૈસીએ પોતાના ભાષણમાં ૧પ મીનીટનો ઉલ્લેખ કર્યો. ભાજપા, શિવસેના, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓની જેમ ઓવૈસી પણ પોતાના પક્ષનો ઝંડો લહેરાવી રહયા છે. મહારાષ્‍ટ્રમાં ૧૦ વર્ષ પહેલા જ એઆઇએમઆઇએમનું ખાતુ ખુલી ગયું હતું. હવે આ વખતે કંઇક મોટુ પ્રદર્શન કરવાનો દાવો કરતા ઓવૈસી પોતાના ભાષણોથી મુસલમાનોને એક જુથ કરી રહયા છે. કાલે તેઓ સોલાપુરમાં હતા પણ ત્‍યાં મંચ પર જ પોલીસે તેમને નોટીસ પકડાવી હતી.

(2:26 PM IST)