<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

હોમવર્ક નહોતું કર્યુ એટલે ટીચરે ૪ વર્ષના છોકરાને ૪૨ સેકન્‍ડમાં ૭ થપ્‍પડ મારી

કાનપુર, તા.૧૪: કાનપુરના બિરહાના રોડ પર લોફ્‌ટી વેલ કિડ્‍સ પ્રી સ્‍કૂલ છે ત્‍યાં નર્સરીમાં ભણતો ૪ વર્ષનો માનવિક હોમવર્ક નહોતો કરી લાવ્‍યો, એમાં ટીચર રિતિકા બહુ ગુસ્‍સે થયાં અને માનવિકને વાળ ખેંચીને ૪૨ સેકન્‍ડમાં ૭ થપ્‍પડ મારી દીધી. માનવિક નર્સરીમાંથી ઘરે પહોંચ્‍યો ત્‍યારે ગાલ પર સોળ પડેલી જોઈને માતાપિતાએ પૂછયું, પણ માનવિક બહુ ગભરાયેલો હતો. ૧ કલાક પછી માંડ-માંડ મનાવ્‍યો ત્‍યારે તેણે કહ્યું કે ટીચરે માર્યું છે. એ સાંભળીને માતાપિતા ગુસ્‍સામાં લાલચોળ થઈ ગયાં અને પ્રી-સ્‍કૂલ પહોંચ્‍યાં. ક્‍લાસમાં લગાડેલા ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કૅમેરાનાં ફુટેજ જોયાં ત્‍યારે ટીચરનું અમાનવીય કળત્‍ય જોવા મળ્‍યું. માતાપિતાએ સ્‍કૂલમાં બહુ હોબાળો મચાવ્‍યો. માનવિકના પિતા દીપક તુલસિયાણીએ પોલીસપ્રસ્‍ટેશન ટીચર સામે ફરિયાદ નોંધાવી છે. ટીચરે નાનકડા બાળકના કુમળા ગાલ પર આટલીબધી થપ્‍પડ મારવાનું કારણ એવું આપ્‍યું કે મને માઇગ્રેન છે એટલે ગુસ્‍સામાં થપ્‍પડ મરાઈ ગઈ.

(9:45 AM IST)