તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 14th November 2024
બાંગ્લાદેશ હવે ઈસ્લામિક દેશ બનવાના માર્ગે : દેશના એટર્ની જનરલએ આ માટે તરફેણ કરી
તેમણે બંધારણમાં મોટા પરિવર્તન કરવા તથા ધર્મનિરપેક્ષ સહિત અનેક મહત્વના શબ્દોને હટાવવા માટે સૂચન કર્યું

નવી દિલ્હી : હિંસક વિદ્યાર્થી આંદોલનને પગલે ગત 5મી ઓગસ્ટના રોજ શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશ હવે ઈસ્લામિક દેશ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. દેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુજ્જમાંએ આ માટેની તરફેણ કરી છે. તેમણે બંધારણમાં મોટા પરિવર્તન કરવા તથા ધર્મનિરપેક્ષ સહિત અનેક મહત્વના શબ્દોને હટાવવા માટે સૂચન કર્યું છે.
તેમણ કહ્યું કે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા આ દેશની વાસ્તવિક તસવીર રજૂ કરતી નથી કે જ્યાં 90 ટકા વસ્તી મુસ્લિમ છે. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશની માહિતી પ્રમાણે અસદુજ્જમાંએ સમાજવાદ, બાંગાળી રાષ્ટ્રવાદ, ધર્મનિરપેક્ષ થા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવા જેવી જોગવાઈને પણ હટાવી દેવા માટે કહ્યું છે.
તેમણે હાઈકોર્ટમાં બાંગ્લાદેશના 15માં બંધારણ સુધારાની માન્યતા અંગે સુનાવણીના પાંચમા દિવસે આ બાબતની તરફેણ કરી છે. તેમણે અલ્લાહ પર અતૂટ વિશ્વાસ પર ભાર આપ્યો હતો. તેમણે બંધારણના અનુચ્છેદ-9માં બંગાળી રાષ્ટ્રવાદની પ્રાસંગિકતાને લઈ પણ પ્રશ્ન સર્જયો અને તેને આધુનિક લોકશાહી સિદ્ધાંતો સાથે અસંગત હોવાનું કહ્યું છે.
ઢાકા ટ્રિબ્યુનલની માહિતી પ્રમાણે બાંગ્લાદેશની સંસદમાં 30મી જૂન 2011ના રોજ 15મો સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ધર્મનિરપેક્ષતાને સ્થાપિત કરવા સાથે શેખ મુજીબુરને રાષ્ટ્રપિતાની માન્યતા આપવામાં આવી હતી. કાર્યવાહક સરકર વ્યવસ્થાનો અંત લાવવામાં આવ્યો હતો તથા સંસદમાં મહિલાઓ માટે રિઝર્વ સીટની સંખ્યા 45થી વધારીને 50 કરી હતી.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
