તા. ૧૪ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૩ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
જીઓએ લોન્ચ કર્યો માત્ર ૧૧ રૂપિયાનો પ્લાન : ૧૧ કલાકની વેલીડીટી, ૧૦ જીબી ડેટા

મુંબઈ, ૧૪ : ભારતની પ્રખ્યાત ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ તેમના કરોડો ગ્રાહકો માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત ૧૧ રૂપિયા છે. આ પ્લાનમાં એક્ટિવ સર્વિસ વેલિડિટી નથી મળતી, તે તમારા બેઝિક પ્લાન સાથે એડ-ઓનની જેમ કામ કરે છે. તેનો અર્થ એ કે આ માત્ર એક બૂસ્ટર પ્લાન છે.
Jio નો નવો પ્લાન
રિલાયન્સ જિયોનો રૂ.૧૧નો પ્લાન હવે સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ પ્લાન તે યુઝર્સ માટે લાવવામાં આવ્યું છે જે JioÞí 4G ડેટા સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોના ૧૧ રૂપિયાના ડેટા વાઉચર સાથે ૧ કલાકની વેલિડિટી મળે છે. એટલે કે તે આ વાઉચરની માન્યતા છે. આ વાઉચરનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે સક્રિય સેવાની માન્યતા ધરાવતો પ્લાન હોવો આવશ્યક છે.
10GB સુધીનો ડેટા મળશે
આ પ્લાન સાથે તમને કુલ 10GB ડેટા મળે છે, જે ૪ઞ્ યુઝર્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નવો પ્લાન એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ આ એક કલાક દરમિયાન કોઈપણ ભારે અથવા ડેટા ઈન્ટેન્સિવ વર્ક કરવા જઈ રહ્યા છે. જો કે, વધુ સારા ઉપયોગ માટે, તમારી ડેટા સ્પીડ અને નેટર્વકિંગનું ખાસ ધ્યાન રાખો. તમે આ નવો પ્લાન ‘ડેટા પેક' કેટેગરીમાં જોશો અને કોઈપણ થ્શં યુઝર તેનો ઉપયોગ કરી શકશે.
એરટેલનો ૧૧ રૂપિયાનો પ્લાન
Jio ઉપરાંત, એરટેલ તેના ગ્રાહકો માટે ૧૧ રૂપિયાનો પ્લાન પણ લાવે છે, જેના હેઠળ તમને ૧૦ઞ્ગ્ ડેટા પણ મળે છે અને આ માટે તમને માત્ર ૧ કલાકની વેલિડિટી મળે છે. તમને જણાવી દઈએ કે Jio એ પોતાનો નવો પ્લાન ચૂપચાપ લોન્ચ કરી દીધો છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
