<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

જથ્‍થાબંધ બજાર પણ સળગ્‍યું : મોંઘવારીએ તોડયો ૪ મહિનાનો રેકોર્ડ : લોકો હેરાન-પરેશાન

જથ્‍થાબંધ મોંઘવારીનો દર ઓકટોબરમાં વધીને ૨.૩૬ ટકા પહોંચ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૪: ઓક્‍ટોબરમાં વાર્ષિક ધોરણે ભારતનો જથ્‍થાબંધ ફુગાવો વધીને ૨.૩૬ ટકા થયો છે. સપ્‍ટેમ્‍બરમાં તે ૧.૮૪ ટકા હતો. આ વધારો ખાદ્ય ચીજવસ્‍તુઓના ભાવમાં વધારાને કારણે થયો છે. ગુરુવારે આ સંબંધિત સરકારી આંકડાઓ જાહેર કરવામાં આવ્‍યા હતા. રોઇટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં, જથ્‍થાબંધ ભાવાંકનો ઉપયોગ કરીને માપવામાં આવેલ જથ્‍થાબંધ ફુગાવો ૨.૨ ટકા રહેવાની ધારણા હતી.

અગાઉ, ભારતનો છૂટક ફુગાવો સપ્‍ટેમ્‍બરમાં ૫.૫% થી ઓક્‍ટોબરમાં અણધારી રીતે વધીને ૬.૨% ની ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્‍યો હતો. વધતી જતી મોંઘવારીના કારણે અર્થવ્‍યવસ્‍થામાં મંદીના સંકેતો દેખાવા લાગ્‍યા છે. આ કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા નાણાકીય નીતિમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે.

જાહેર કરાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે શાકભાજી, ફળો અને ખાદ્યતેલોના ભાવમાં વધારો એ ઉછાળાનું મુખ્‍ય કારણ છે. ઑક્‍ટોબરમાં છૂટક ફુગાવો ઓગસ્‍ટ ૨૦૨૩ પછી પ્રથમ વખત મધ્‍યસ્‍થ બેંકના ફુગાવાના લક્ષ્યની બાહ્ય મર્યાદાને વટાવી ગયો. ડબલ્‍યુપીઆઈ જથ્‍થાબંધ માલના ભાવ વળદ્ધિને માપે છે. ભારતમાં, જથ્‍થાબંધ ભાવ સૂચકાંક ત્રણ જૂથોમાં વહેંચાયેલો છે, આ પ્રાથમિક ચીજવસ્‍તુઓ (કુલ વજનના ૨૨.૬ ટકા), બળતણ અને વીજળી (૧૩.૨ ટકા), ઉત્‍પાદિત માલ (૬૪.૨ ટકા) છે.

ખાદ્ય ચીજવસ્‍તુઓનો જથ્‍થાબંધ મોંઘવારી દર ઘટીને ૩.૩૭ ટકા અને ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો મોંઘવારી દર ઘટીને ૦.૪૧ ટકા પર આવી ગયો છે. ઓક્‍ટોબરમાં ખનિજોનો જથ્‍થાબંધ ફુગાવાનો દર ઘટીને -૧.૬૭ ટકા અને બિન-ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર -૦.૩૭ ટકાના દરે દેખાયો છે. સપ્‍ટેમ્‍બરની સરખામણીએ કેટલાક વિસ્‍તારોમાં ફેરફાર જોવા મળ્‍યો છે.

ઑક્‍ટોબર મહિનામાં, ઇંધણ અને પાવર સેગમેન્‍ટના ફુગાવાના દરમાં ઘટાડો થયો છે અને તે નકારાત્‍મકમાં આવ્‍યો છે. ઓક્‍ટોબરમાં ઇંધણ અને પાવર સેગમેન્‍ટનો ફુગાવાનો દર ઘટીને -૫.૭૯ ટકા થયો છે.

(2:58 PM IST)