તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
પાર્થિવ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયોઃ બેટીંગ કોચ તરીકે નિમણુંક

નવી દિલ્હીઃ ભુતપુર્વ વિકેટકીપર અને બેટર પાર્થિવ પટેલ આગામી આઇપીએલમાં એક નવી ભૂમિકામાં જોવા મળશે. ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ હાલ પાર્થિવ કોમેન્ટ્રીમાં સક્રિય છે. પરંતુ હવે તે કોમેન્ટ્રીને બદલે આઇપીએલ ટીમની કોચિંગ કરતો જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે પાર્થિવ પટેલ ને આઇપીએલની આગામી સિઝન માટે બેટિંગ અને સહાયક કોચ તરીકે નિમણુંક કરી છે. પાર્થિવ મુખ્ય કોચ આશીષ નહેરાના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફમાં બેવડી ભૂમિકા ભજવશે.(૩૯.પ)
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
