News of Friday, 15th November 2024
રાજકોટ હિરાસર એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર : પીએમ મોદી પાસે ઉદ્ધઘાટન માટે તારીખ માંગી
સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી

રાજકોટ : રાજકોટના હિરાસર એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર થઇ ગયું છે, અને ઉદ્ધઘાટન કરવા માટે વડાપ્રધાન મોદી પાસે તારીખ માંગવામાં આવી છે આગામી દિવસોમાં પીએમ મોદી હસ્તે ઉદ્ધઘાટન થશે,.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે આજે સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી અને નવા બિલ્ડિંગની સમીક્ષા કરાઈ હતી
(1:24 AM IST)










