તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 14th November 2024
CBSEએ કોર્સ અને પરીક્ષા પેટર્નમાં હવે કર્યા ફેરફાર
ધોરણ-૧૦-૧૨ના વિદ્યાર્થીઓને રાહત :હવે ઇન્ટરનલ એસેસમેન્ટ માટે ૪૦ ટકા માર્કસ અપાશે

નવી દિલ્હી, તા.૧૪ : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.૧૦-૧૨ના અભ્યાસક્રમમાં ૧૫ ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ હવે ઇન્ટરનલ એસાઈન્મેન્ટ માટે ૪૦ ટકા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે ફાઇનલ પરીક્ષા માટે ૬૦ ટકા માર્ક્સ અપાશે.
મળતા અહેવાલો મુજબ ઇન્દોરમાં પ્રિન્સિપાલ સમિટ યોજાઈ હતી, જેમાં સીબીએસઈના રિજનલ ઑફિસર વિકાસ કુમાર અગ્રવાલે અભ્યાસક્રમ (Syllabus) અને પરીક્ષા પેટર્ન (CBSE New Exam Pattern)માં ફેરફાર થયો હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સીબીએસઈનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના બોજથી બચાવવાનો અને વિષયને ઊંડાણથી સમજવાની તક આપવાનો છે. બોર્ડે અભ્યાસક્રમમાં કરેલી કપાત વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂ પ છે.
તેમણે કહ્યું કે, 'વર્ષ ૨૦૨૫માં યોજાનારી સીબીએસઈ પરીક્ષાઓ માટેની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં ઇન્ટરનલ એસાઇનમેન્ટ માટે ૪૦ ટકા માર્ક્સ અપાશે, જ્યારે બાકીના ૬૦ ટકા માર્ક્સ ફાઇનલ પરીક્ષાના આધારે અપાશે. તેમણે એમ પણ કહ્યું કે, 'વર્ષ ૨૦૨૫માં યોજાનાર બોર્ડની પરીક્ષા એક જ વખત યોજવાનું આયોજન થઈ રહ્યું છે, જો કે તે પછી આગામી વર્ષથી બે ટર્મમાં પરીક્ષાઓ યોજવાની તૈયારી છે.
આ ફેરફારને અંતિમરૂ પ આપવામાં આવી રહ્યું છે અને લોજિસ્ટિક તૈયારીઓ ચાલી રહી છે. સીબીએસઈ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની એક્ઝામ ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે. જો કે બોર્ડે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગત વર્ષની પેટર્ન મુજબ એવી આશા છે કે, ડિસેમ્બરમાં જ તારીખો જાહેર કરી દેવામાં આવશે. ટાઇમટેબલ જાહેર થયા બાદ તેને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
