તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
રશિયા બાદ હવે બ્રાઝિલમાં યોજાનારી જી-20 સમિટમાં મળી શકે મોદી-જિનપિંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ પણ આ મંચ પર હાજર રહેશે:વિવિધ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય ચર્ચાઓની અપેક્ષા

બ્રાઝિલમાં યોજાનારી જી-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની સંભાવનાને લઈને રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ જી-20 સમિટ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વૈશ્વિક આર્થિક, સુરક્ષા અને પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ આ મંચ પર હાજર રહેશે, જ્યાંથી વિવિધ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય ચર્ચાઓની અપેક્ષા છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
