<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

એક મહિનામાં સરકારને ટોલમાંથી અધધધધ કમાણી

આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વધીને રેકોર્ડ રૂ. 6,114.92 કરોડ થઈ ગયું

નવી દિલ્હી :ભારતમાં, ટોલ ટેક્સ સંબંધિત વિવિધ પ્રકારના મીમ્સ વારંવાર વાયરલ થાય છે. લોકો સરકાર પર વધુ પડતો ટોલ ટેક્સ વસૂલવાનો આરોપ લગાવીને ટ્રોલ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સરકાર એક મહિનામાં ટોલમાંથી કેટલી કમાણી કરે છે?

   સરકાર દ્વારા તાજેતરના આંકડાઓ અનુસાર ભારતમાં તહેવારોના મહિનામાં ઈલેક્ટ્રોનિક ટોલ વસૂલાતમાં મોટો વધારો થયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વધીને રેકોર્ડ રૂ. 6,114.92 કરોડ થઈ ગયું છે. 

   ડેટા અનુસાર, 2021 માં ઇલેક્ટ્રોનિક ટોલ ડેટાનું સંગ્રહ શરૂ થયું ત્યારથી આ એક મહિનામાં સૌથી વધુ કલેક્શન છે અને છેલ્લા છ મહિનામાં રૂ. 5,681.46 કરોડની માસિક સરેરાશથી 7.6 ટકાનો વધારો દર્શાવે છે.

(12:44 AM IST)