<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ખેડૂતો પાસેથી ખરીદીને સીધો ગ્રાહકને આપતો “ગુજકો માર્ટ” સ્ટોર અમદાવાદમાં ખૂલ્યો

આગામી મહિનામાં આવા બીજા ૪ સ્ટોર અમદાવાદમાં અને વડોદરા, સુરત અને રાજકોટમાં ૧-૧ સ્ટોર ખોલશે

અમદાવાદ: ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોની બનેલી સંસ્થા ગુજકોમાસોલે દેશનો પ્રથમ જનરલ સ્ટોર અમદાવાદમાં સાયન્સ સીટી રોડ ખાતે “ગુજકો માર્ટ” ખોલી હવે આગામી મહિનામાં આવા બીજા ૪ સ્ટોર અમદાવાદમાં અને વડોદરા, સુરત અને રાજકોટમાં ૧-૧ સ્ટોર ખોલવા જઈ રહ્યા છે. ત્યાર પછી ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આવા સ્ટોર ખોલી ખેડૂતો તેમજ ગ્રાહકોની સેવા કરશે. ગુજકોમાસેલ ખેડૂતોના ખેતરમાંથી વસ્તુઓ ખરીદીને ઘઉં, ચોખા, ગોળ, ખાંડ, શાકભાજી અને રસોડાને ઉપયોગી વસ્તુઓ ઓર્ગેનિક સ્વરૂપની લોકોને પોસાય તેવા ભાવે વેચે છે. “ગુજકો માર્ટ” જનરલ સ્ટોર ધીરે ધીરે લોકોમાં જાણીતો બની રહ્યો છે. આગામી એક વર્ષમાં ૭૫ નવા સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે.


 

(1:02 AM IST)