<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ચેતજો..દર 10માંથી ચાર વ્યક્તિને ગંભીર લીવરની બીમારી: એકલા અમેરિકામાં જ દર 10માંથી ચાર લોકો ફેટી લિવરની સમસ્યાથી પીડાય છે

તાજેતરના અભ્યાસના ડેટા ચિંતાજનક: અનેક પ્રકારના ક્રોનિક રોગોનું જોખમ ઝડપથી વધ્યું

છેલ્લા એક કે બે દાયકામાં વિશ્વભરમાં અનેક પ્રકારના ક્રોનિક રોગોનું જોખમ ઝડપથી વધ્યું છે. મોટી વસ્તી ડાયાબિટીસ અને હૃદયની બિમારીઓથી પ્રભાવિત જોવા મળી રહી છે, આ એક ગંભીર સમસ્યા છે અને લિવર અને કિડનીને લગતી બીમારીઓ પણ આરોગ્ય ક્ષેત્ર પર દબાણ વધારી રહી છે. ફેટી લિવર ડિસીઝ એ એવી જ એક ઝડપથી ઉભરતી સમસ્યા છે જે પુખ્ત વસ્તીને મોટા પ્રમાણમાં અસર કરે છે. આને લગતા  તાજેતરના અભ્યાસના ડેટા ચિંતાઓ વધારી રહ્યા છે.

નેચર કોમ્યુનિકેશન્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં ફેટી લિવરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એકલા અમેરિકામાં જ દર 10માંથી ચાર લોકો ફેટી લિવરની સમસ્યાથી પીડાય છે.

ડૉ. જુઆનની આગેવાની હેઠળની ટીમના જણાવ્યા અનુસાર, 2018 સુધીના ડેટા દર્શાવે છે કે 42% પુખ્ત વયના લોકોને કોઈને કોઈ પ્રકારનો ફેટી લિવર રોગ હતો. આ અગાઉના અંદાજ કરતાં વધુ છે. આલ્કોહોલ પીવાની આદતને લીવરની સમસ્યા વધવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જો કે જે લોકો દારૂ નથી પીતા તેમને પણ આ સમસ્યા થઈ શકે છે. તેને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) કહેવાય છે.

 

આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકોને ચોંકાવનારા આંકડાની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશમાં દરેક ત્રીજા વ્યક્તિને ફેટી લિવર ડિસીઝની સમસ્યા હોઈ શકે છે. આલ્કોહોલ ન પીતા લોકોમાં પણ ડાયાબિટીસ અને અન્ય મેટાબોલિક ડિસઓર્ડરથી થતા આ રોગનું જોખમ ઝડપથી વધતું જોવા મળે છે.

પશ્ચિમી દેશોમાં, નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) ના મોટાભાગના કેસો મેદસ્વિતાથી પીડિત લોકોમાં જોવા મળ્યા છે, જો કે ભારતમાં એવું જોવા મળે છે કે સ્થૂળતા વિનાના લગભગ 20 ટકા

નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એ લિવરનો રોગ છે જેમાં લિવરમાં ખૂબ ચરબી જમા થાય છે. જેના કારણે આ અંગની સામાન્ય કામગીરી પ્રભાવિત થવા લાગે છે. નિષ્ણાતો જાણતા નથી કે યકૃતમાં ચરબીના વિકાસનું કારણ શું છે, જો કે જીવનશૈલીના પરિબળો જોખમમાં વધારો કરે છે.

 

(10:58 PM IST)