<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દુબઈમાં તુર્કી આઈસ્ક્રીમની મજા માણતા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ :વીડિયો વાયરલ

વીડિયોને બે લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. અનેક યુઝર્સે તેના પર કમેન્ટ પણ કરી છે.

મુંબઈ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ દુબઈમાં તુર્કી આઈસ્ક્રીમ ખાતાં નજરે પડી રહ્યા છે.

 

રાધિકા મર્ચેન્ટે ટી શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. જેમાં તેઓ તુર્કી આઈસ્ક્રીમની દુકાનની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે. જ્યારે દુકાનદાર તેમને આઈસ્ક્રીમ આપે છે. રાધિકા લેવા માટે હાથ આગળ કરે છે. પણ ત્યાં જ દુકાનદાર તેને પાછો ખેંચી લે છે. પછી રાધિકા કોનને પકડી લે છે. પરંતુ તરત જ દુકાનદાર ઝડપથી તેને હટાવી દે છે. રાધિકા મર્ચન્ટ પણ આ સમયે ખૂબ ખુશ લાગી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

વીડિયો શેર કરતાં કેપ્શન પણ લખવામાં આવ્યું છે કે અનંત રાધિકા દુબઈમાં તુર્કી આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે. આ વીડિયોને બે લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. અનેક યુઝર્સે તેના પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે અનંત વિચારી રહ્યો છે કે આખો મોલ ખરીદી લઉં.

(7:55 PM IST)