તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 14th November 2024
આઇઆઇટી તથા એનઆઇટીમાં આગામી વર્ષના સત્રથી ભણવાનું મોંઘુ થશે
દેશની તમામ ૨૧ આઇઆઇટી માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં બીટેકના અભ્યાસક્રમમાં ફી વધારાવા સંબંધીત નિર્ણય લાગુ થશે

નવીદિલ્હી: દેશના પ્રીમિયમ ઈન્જિનિયરિંગ સંસ્થાઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઇઆઇટી) અને રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (એનઆઇટી) માં બીટેકનો અભ્યાસ કરવા વાળા વિદ્યાર્થીઓએ આગામી સત્રથી વધુ ફી ચૂકવવી પડશે. સરકારે આઇઆઇટી વ્યવસ્થામાં લાંબા સમયથી ફી માં વધારો કરવાની માંગણી પર ત્રણ આઇઆઇટી નિદેશકોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે. આ કમિટીની ભલામણોના આધાર પર આગામી આઈઆઈટી કાઉન્સિલમાં અંતિમ નિર્ણય લેવાશે. બીજીબાજુ આઇઆઇટીની સાથે એનઆઇટીમાં પણ ફી વધારવાને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશની તમામ ૨૧ આઇઆઇટી માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં બીટેકના અભ્યાસક્રમમાં ફી વધારાવા સંબંધીત નિર્ણય લાગુ થશે. ત્રણ સભ્યોની કમિટી હાલમાં ફી નુ માળખું, વિદ્યાર્થીઓની ફી થી થનાર કુલ આવક અને આઈઆઈટી ના શિક્ષણ તેમજ નિભાવણી ખર્ચનું મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકનના આધાર પર સમિતિની ભલામણો આઇઆઇટી કાઉન્સિલ બેઠકમાં રજૂ કરવામાં આવશે. તેના આધાર પર તમામ આઈઆઈટી માં બીટેક અભ્યાસક્રમમાં ફી વધારવા પર અંતિમ નિર્ણય લેવામાં આવ
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
