<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજક કોણ ? : ICCએ વીડિયો શેર કરી જવાબ આપ્યો

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેનો વીડિયો જાહેર કર્યો:વીડિયોમાં લાહોરના રોયલ ફોર્ટ સિવાય પાકિસ્તાનની ટ્રક આર્ટ બતાવવામાં આવી

નવી દિલ્હી :  ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે અમારી ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં મોકલીએ. ભારતે તેની પાછળ સુરક્ષા કારણો દર્શાવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. બંને દેશોના લોકો પોતપોતાની દલીલો આપી રહ્યા છે.

 ભારતીય પ્રશંસકોનું કહેવું છે કે જો ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય તો ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલ પર થઈ શકે છે અને પાકિસ્તાન હોસ્ટિંગના અધિકારો ગુમાવી શકે છે. હવે ICCએ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યાં થશે?

   ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં લાહોરના રોયલ ફોર્ટ સિવાય પાકિસ્તાનની ટ્રક આર્ટ બતાવવામાં આવી છે. આ પછી અટકળો શરૂ થઈ ગઈ છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરે તો પણ આઈસીસીએ વીડિયો શેર કરીને તેના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે

  ICC ઇચ્છે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થાય. ICCનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે  BCCI સતત માંગ કરી રહ્યું છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ પર કરવામાં આવે. આ મોડલ હેઠળ, ભારતીય ટીમ તેની મેચો તટસ્થ સ્થળે રમશે, પરંતુ અન્ય તમામ મેચો પાકિસ્તાનમાં રમાશે. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ BCCI અને ભારતની માંગને સતત નકારી રહ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે ટૂર્નામેન્ટનો યજમાન દેશ છે, તેથી હાઇબ્રિડ મોડલનો પ્રશ્ન જ નથી. તાજેતરમાં જ ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે અમારી ટીમ પાકિસ્તાન નહીં મોકલીએ. આ પછી બંને દેશો વચ્ચે ચર્ચાનો દોર ચાલુ છે

  

(8:53 PM IST)