News of Thursday, 14th November 2024
આ ભાઈએ ઘરમાં ૫૭૦ ટાઇપરાઇટર્સનું મ્યુઝિયમ બનાવ્યુ
સ્માર્ટફોનના જમાનામાં ઇન્દોરના

ઇન્દોર, તા.૧૪: ઇન્દોરના ૬૮ વર્ષના રાજેશ શર્માનું પૅશન છે દુનિયાભરનાં ટાઇપરાઇટર્સ ભેગાં કરવાનું. ઍડ્વર્ટાઇઝમેન્ટ એજન્સી ચલાવતા રાજેશભાઈએ પોતાના ઘરને જ ટાઇપરાઇટર્સ મ્યુઝિયમમાં તબદીલ કરી દીધું છે અને એમાં ૫૭૦ વિન્ટેજ કહી શકાય એવાં ટાઇપરાઇટર્સ છે. એમાં હિન્દી, ગુજરાતી, મરાઠી જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત જૅપનીઝ, રશિયન, અરેબિક જેવી ફૉરેન ભાષાઓનું કી-બોર્ડ પણ છે. છેલ્લાં ૧૨ વર્ષથી તેઓ આ કલેક્શન કરી રહ્યા છે અને એ જોઈને તેમને મિત્રો અને સંબંધીઓ તરફથી ૧૨૫ જેટલાં ટાઇપરાઇટર્સ ગિફ્ટ મળ્યાં છે. રાજેશભાઈનો ટાઇપરાઇટર્સ સાથે ઇમોશનલ સંબંધ છે. તેમનું કહેવું છે કે ‘મારા પપ્પા ટાઇપિસ્ટ હતા એટલે બાળપણથી હું ટક-ટક ટક-ટક રિધમિક અવાજ સાંભળતો. મારા કલેક્શનમાં સૌથી જૂનું ટાઇપરાઇટર અમેરિકાનું છે જે ૧૯૦૫માં બનેલું અને એનું વજન ૨૫ કિલો હતું. પિતાજીએ મને એ ભેટ આપેલું.' હવે તેઓ એવાં ટાઇપરાઇટર્સ ખરીદવા માગે છે જે કોઈ લેજન્ડરી હિન્દી રાઇટરોએ સાહિત્યસર્જન માટે વાપર્યાં હોય.(
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
