તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
૧૯૫૬ પહેલા પિતાનું અવસાન થયું હોય તો પુત્રીઓનો પિતાની સંપત્તિ પર હક નહીં
બોમ્બે હાઈકોર્ટે પિતાની સંપત્તિમાં પુત્રીઓના હક લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે

મુંબઇ, તા.૧૪: પિતાની સંપત્તિમાં દીકરીઓનો હિસ્સો ખરો કે નહીં? આ વાતે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એવું કહ્યું કે ૧૯૫૬ના હિંદુ વારસા કાયદા પહેલા જો પિતાનું મોત થયું હોય તો દીકરીઓનો પિતાની સંપત્તિ પર કોઈ હક નથી. જસ્ટિસ એએસ ચંદુરકર અને જિતેન્દ્ર જૈનની ખંડપીઠે ૨૦૦૭થી પેન્ડિંગ એક કેસ પર ચુકાદો આપ્યો હતો આ કેસમાં શખ્સનું મોત ૧૯૫૬ના કાયદો લાગુ થતાં પહેલા થયુ હતું તેથી શખ્સની સંપત્તિના મોત સમયે લાગુ કાયદા પ્રમાણે કરાઈ હતી અને તે સમયે દીકરીઓને સંપત્તિમાં ભાગ અપાયો નહોતો.
૧૯૫૨માં મુંબઈના યશવંતરાયનું અવસાન થયું હતું પરિવારમાં બે પત્નીઓ અને ત્રણ પુત્રીઓ હતી. ૧૯૩૦માં પહેલી પત્નીના અવસાન બાદ યશવંતરાવે બીજા લગ્ન કર્યાં જેનાથી તેમને એક પુત્રી થઈ. થોડા વર્ષો બાદ તેમની પહેલી દીકરીએ પિતાની સંપત્તિ પર દાવો માંડ્યો હતો. ટ્રાયલ કોર્ટે દાવો કર્યો હતો જેની સામે મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી.
શું પરિણીત પુત્રી તેના પિતાની મિલકતની માલિકીનો દાવો કરી શકે છે? તો જવાબ છે હા, પરિણીત પુત્રી પિતાની મિલકત પર દાવો કરી શકે છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬માં વર્ષ ૨૦૦૫ ના સુધારા પછી, પુત્રીને સહભાગીદાર તરીકે ગણવામાં આવી છે. હવે દીકરીના લગ્નથી પિતાની મિલકત પરના તેના અધિકારો બદલાતા નથી. એટલે કે લગ્ન પછી પણ પિતાની મિલકત પર દીકરીનો અધિકાર છે. આ મુજબ પિતાની સંપત્તિ પર પુત્ર જેટલો જ અધિકાર પુત્રીનો છે.
જો પિતા તેમના મળત્યુ પહેલા, તેમની મિલકત પુત્રના નામે ટ્રાન્સફર કરે છે. આ સ્થિતિમાં પુત્રી તેના પિતાની મિલકત પર દાવો કરી શકતી નથી. સ્વ-સંપાદિત મિલકતના કિસ્સામાં પણ, પુત્રીનું પાસુ નબળુ હોય છે. જો પિતાએ પોતાના પૈસાથી જમીન ખરીદી હોય, મકાન બાંધ્યું હોય અથવા ખરીદ્યું હોય તો તે આ મિલકત જેને ઈચ્છે તેને આપી શકે છે. સ્વ-સંપાદિત મિલકત પોતાની મરજીથી કોઈને પણ આપવાનો પિતાનો કાનૂની અધિકાર છે. એટલે કે જો પિતા દીકરીને પોતાની મિલકતમાં હિસ્સો આપવાની ના પાડે તો દીકરી કંઈ કરી શકે નહીં.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
