<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ખેતીવાડી પર માત્ર ૧૯ ટકા નભે છે ! બાકીના ૮૧ ટકા ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્‍ત્રોત પર નિર્ભર

ગ્રામ્‍ય વસતિનો મોટો હિસ્‍સો કૃષિ પ્રવૃતિથી અળગો

નવી દિલ્‍હી, તા.૧૪: ગામડાંમાં માત્ર ૧૯ ટકા લોકોને ખેતીની આવક છે અને બાકીની ૮૧ ટકા વસ્‍તી જ માગ વધારે છે, એવું એક અભ્‍યાસમાં જણાવાયું છે. ગામડાંના રહીશો માટે સર્વસામાન્‍ય માન્‍યતા એવી હોય છે કે એ લોકો ખેતીની આવક પર નિર્ભર હોય છે પણ એવું છે નહીં. ગ્રામીણ બજારમાં ખેતીની આવક પર નભતા વપરાશકારોની સંખ્‍યા માત્ર ૧૯ ટકા જ છે.

બાકીના ૮૧ ટકા ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્રોત પર નિર્ભર છે. ખેતીની આવક પર નિર્ભર આ ૧૯ ટકા વસ્‍તીમાં સામેલ ૮૨ ટકા ખેડૂતો મોટે ભાગે આર્થિક સમસ્‍યા સામે ઝઝૂમતા હોય છે. બીજી તરફ આવકના વિવિધ સ્રોત પર નિર્ભર વસતિ સરખામણીની દૃષ્ટિએ ઓછા આર્થિક તણાવનો સામનો કરતી હોય છે. એટલે કે ખેડૂતો કરતાં વધુ સારી સ્‍થિતિમાં હોવાનું આ વિષયમાં હાથ ધરાયેલા એક અભયાસના રિપોર્ટમાં જણાવવામાં આવી છે. સર્વેક્ષણ -માણે ગ્રામ્‍ય વિસ્‍તારોની ખર્ચશક્‍તિમાં વધારો થઈ રહ્યો છે.

જીવનશૈલી ઉચ્‍ચ કક્ષાની થઈ રહી છે. આર્થિક સમસ્‍યાઓ છતાં પણ સુવિધાજનક ઉત્‍પાદનોની ખરીદી કરવાને કારણે આ અનુમાન લગાવી શકાય. ગામડાંમાં રેડી-ટુ-ઇટ, કોલ્‍ડ ડ્રિન્‍ક સહિતની વસ્‍તુઓની માગ ૬૦ ટકા વધી ગઈ છે.

ગામડાંમાં આ વર્ષે અત્‍યાર સુધીમાં ૨૦૨૨ની સરખામણીએ એફએમસીજી બાસ્‍કેટ (ભોજન, પીણાં, સફાઈની વસ્‍તુઓ, પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓ, સ્‍ટેશનરી વગેરે)નું કદ ૬૦ ટકા સુધી વધીને ૫.૮થી ૯.૩ થયું છે. અહીં રેડી-ટુ-ઇટ ઉત્‍પાદનો અને ઠંડાં પીણાંની માગ વધી રહી છે. આ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જીવનશૈલી અને ખર્ચશક્‍તિમાં મોટા ફેરફાર સામેનો અંગૂલીનિર્દેશ છે.

અહેવાલ પ્રમાણે જમ્‍મુ-કાશ્‍મીર (૩૯ ટકા), મહારાષ્‍ટ્ર (૪૧ ટકા) અને ઓડિશા (૨૬ ટકા)માં એમએમસીજીના ગ્રોથમાં સામાન્‍ય વધારો જોવા મળ્‍યો છે. સરવે દેશનાં ૨૦ રાજ્‍યમાં ૪૩૭૬ લોકો વચ્‍ચે કરાયો હતો.

(10:20 AM IST)