તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
અમેરિકામાં ચૂંટણી બાદ ગર્ભનિરોધક દવા માટે થઇ પડાપડી

નવી દિલ્હી: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી મહિલાઓ તેનો વિરોધ કરી રહી છે. ઘણી મહિલાઓએ ટ્રમ્પને વોટ આપનારા લોકો સાથે સંબંધ બાંધવાની ના પાડી રહી છે. જ્યારે બીજી તરફ ગર્ભનિરોધક દવાઓ ખરીદવા મહિલાઓમાં ભીડ ઉમટી રહી છે. આ દવાઓનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં આ દવાઓના વેચાણમાં લગભગ એક હજાર ટકાનો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ગર્ભપાતની વિરોધમાં અવારનવાર નિવેદનો આપી ચૂક્યા છે. અને રાષ્ટ્રપતિ બનતાં જ આ ક્ષેત્રે વધુ પ્રતિબંધો લાદે તે પહેલાં મહિલાઓ ગર્ભપાતની દવાઓનો સ્ટોક કરતી જોવા મળી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પની જીત બાદ કેટલીક મહિલાઓએ તેમના IUD બદલવા અંગે ડોક્ટર્સનો સંપર્ક કર્યો છે. આ સિવાય ત્રણ મહિલાઓએ ગર્ભનિરોધકનું ઓપરેશન કરાવવાની પણ કવાયત હાથ ધરી છે. આ મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ ચૂંટણીના કારણે આવું કરી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં ગર્ભનિરોધક અને કાયમી નસબંધી માટેના પગલાં વધી રહ્યા છે. આ દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓનું કહેવું છે કે ચૂંટણી પૂરી થયાના થોડા કલાકોમાં જ આ ગર્ભનિરોધક દવાઓના સપ્લાયમાં 966 ટકાનો વધારો જોવા મળ્યો છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
