<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ગર્લફ્રેન્‍ડ સાથે હોટલમાંથી નીકળ્‍યો પતિ : પત્‍નિ રાહ જોઈને જ નીચે બેઠી હતી : બહાર નીકળ્‍યા કે બંનેને ધોઈ નાખ્‍યા

મધ્‍યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો

ઉજ્જૈન, તા.૧૪: મધ્‍યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. નીમચમાં ઘરથી ૨૧૦ કિમી દૂર સરપંચ પોતાની મહિલા મિત્ર સાથે ક્‍વોલિટી ટાઈમ વિતાવવા માટે હોટલમાં આવ્‍યો હતો. પણ તેને કયાં ખબર હતી કે તેની પત્‍ની કેટલાય દિવસથી તેના પર નજર રાખીને બેઠી હતી. સરપંચ જેવો પોતાની ગર્લફ્રેન્‍ડને લઈને હોટલમાંથી બહાર નીકળ્‍યો અને કારમાં બેઠો કે સામે પત્‍ની ઊભેલી જોવા મળી, આ જોઈને સરપંચનો પરસેવો વળવા લાગ્‍યો.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો સરપંચ એક મહિલા સાથે વાતો કરતો હતો. આ વાતની જાણ તેની પત્‍નીને મોબાઈલમાં જોતા મળી ગઈ. પત્‍નીને જેવી ખબર પડી કે પતિ મહિલા મિત્ર સાથે ઉજ્જૈનની એક હોટલમાં રોકાયેલ છે. તે પણ કાર લઈને નીમચથી આવી ગઈ. પત્‍ની હોટલ બહાર પતિના નીકળવાની રાહ જોઈને બેઠી હતી. સરપંચ જેવો પોતાની ગર્લફ્રેન્‍ડને લઈને હોટલમાંથી નીકળ્‍યો કે પત્‍ની પરિવારના અન્‍ય લોકો સાથે ત્‍યાં પહોંચી અને સરપંચને ઝપટમાં લઈ લીધો.

નીમચના સરપંચ પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે હોટલમાંથી બહાર નીકળતા જ પત્‍નીની કાર સામે આવીને ઊભી રહી ગઈ. ત્‍યાં જ પતિને રંગેહાથ ઝડપી લીધો. તેણે તાત્‍કાલિક સરપંચની ગર્લફ્રેન્‍ડની ધોલાઈ શરૂ કરી દીધી. મહિલા મિત્રએ પૂછયું કે, ‘તું કોણ છો?' ત્‍યારે પત્‍નીએ કહ્યું કે, ‘તું પોલીસ ચોકીએ ચાલ પછી તને ખબર પડે કે હું કોણ છું.'

રસ્‍તાની વચ્‍ચે આવી રીતે પ્રેમિકાને ધોલાઈ કરતા જોઈ આજુબાજુની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ દરમ્‍યાન સરપંચ બંને હાથે ચહેરો છુપાવીને ચૂપચાપ ઊભા હતા. પરિવારના લોકોએ તેનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.(

(9:42 AM IST)