તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 14th November 2024
બધા હિંદુ એક છેઃ સરકારમાં હિંમત હોય તો જાતિવાદી અનામત બંધ કરે જાતિ પ્રથા પોતાની મેળે ખતમ થઇ જશે
‘‘આર્થિક આધાર પર અનામત હોય તો જાતિ પ્રથા પોતાની મેળે બંધ થશે, કોઇ એસસી, એસટી અને ઓબીસી નહીં, બધા હિંદુઓ એક છે, બધા ભારતીયો એક છે. આર્થિક આધાર પર અનામત રાખોઃ અનામત ના હોવી જોઇએ -અનામત મુદ્દે સ્વામી રામભદ્રાચાર્યનું મોટું નિવેદન

જયપુર તા. ૧૪: રાજસ્થાનના જયપુરના વિદ્યાધર નગર સ્ટેડીયમમાં શ્રી બાલાજી ગૌશાળા સંસ્થા અને વિદ્યાધરનગર સ્ટેડીયમ આયોજન સમિતિ દ્વારા આયોજીત શ્રી રામ કથાના સાતમામ દિવસે બુધવારે કથાવાચક રામભદ્રાચાર્ય મહારાજે રામ-ભકત મિલાપનો પ્રસંગ સંભળાવતા કહ્યું કે આજે આપણા નેતાઓ સમાજને નાની જાતિઓમાં વહેંચી રહ્યા છે. મેં કહ્યું છે કે જો સરકારમાં ત્રેવડ હોય તો જાતિના આધારે અનામત બંધ કરે.
તેમણે કહ્યું, ‘‘આર્થિક આધાર પર અનામત હોય તો જાતિ પ્રથા પોતાની મેળે બંધ થશે, કોઇ એસસી, એસટી અને ઓબીસી નહીં, બધા હિંદુઓ એક છે, બધા ભારતીયો એક છે. આર્થિક આધાર પર અનામત રાખો. જો લેજો થોડા સમય પછી આવું જ થશે. ત્યારે આ જાતિવાળું ગૃહયુધ્ધ પોતાની મેળે ખતમ થઇ જશે.રામભદ્રાચાર્યએ કહ્યું, ‘‘અમે સવર્ણમાં જન્મ્યા તો કોઇ પાપ છે? સવર્ણનો છોકરો સો ટકા મેળવીને જૂતા સીવે અને એસસીનો છોકરો ચાર ટકા મેળવીને કલેકટર બની જાય આમ આ દેશ કેવી રીતે ચાલશે? પ્રતિભાઓમાં અનામત ના હોવી જોઇએ. હમણાં નહીં તો થોડા સમયમાં આવું જ થશે.''
તેમણે કહ્યું, ‘‘હિંદુઓમાં કોઇ અસ્પૃશ્ય કે અછૂત નથી. ચારેય વર્ણ ભગવાનની રચના છે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભગવાનની ભૂજા છે. વૈશ્ય ભગવાનનું ધડ છે, તો શુદ્ર ભગવાનના પગ છે. તો તમે જ કહો કે શુદ્ર અપવિત્ર કેવી રીતે થઇ ગયા? (૭.ર૭)
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
