News of Thursday, 14th November 2024
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનો માર્ગ મોકળોઃ હાઇકોર્ટે કલ્પક મણીઆર સહિતની અરજી ફગાવીઃ કલેકટરનો ફોર્મ રદ્દ કરવાનો નિર્ણય માન્ય : રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેકટરોની ચૂંટણીના મામલે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા ફોર્મ નામંજૂર કરાયા બાદ કલ્પક મણીઆર સહિતનાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. બે દિવસની સુનાવણી બાદ આજે હાઇકોર્ટનો ચુકાદો આવી ગયો છે અને કલ્પક મણીઆર, મિહીર મણીઆર, નિમેશ કેશરીયા સહિત ૪ ઉમેદવારોની ચૂંટણીમાં ભાગ લેવા માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. આમ, હવે સંસ્કાર પેનલમાં ૧૧ ઉમેદવારો અને સહકાર પેનલમાં ૧પ ઉમેદવારો ફાઇનલ થયા છે.

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
