<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

અગ્નિકાંડના આરોપી ATP જયદીપ ચૌધરી જેલ મુક્‍ત થવા કરી જામીન અરજીં: ૧૯ મીની મુદત પડી

રાજકોટ, તા.૧૪: રાજ્‍ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્‍સ કમિટ થયા બાદ ખેડૂત, આસિ.ફાયર ઓફિસર  અને સસ્‍પેન્‍ડ  બે. આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર કરેલી જામીન અરજી   રદ થયા બાદ આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લેનર જયદીપ  ચૌધરી જેલ મુક્‍ત થવા રેગ્‍યુલર જામીન અરજી કરી છે. જે જામીન અરજીમાં ૧૯મી નવેમ્‍બરની મુદત પડી છે.

ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્‍યાનું  ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્‍યું હતું. આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્‍ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરઙ્ઘસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમળતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્‍સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસ સેશન્‍સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, આસિસ્‍ટન્‍ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી   રદ થયા બાદ આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર કરેલી જામીન અરજી રદ થયા બાદ આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લેનર જયદીપ બાલુભાઈ ચૌધરી જેલ મુક્‍ત થવા રેગ્‍યુલર જામીન અરજી કરી છે. જે જામીન અરજીમાં મુદત પડતા આગામી ૧૯મી નવેમ્‍બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

(4:19 PM IST)