<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્યની 79 નગરપાલિકાઓ બેઠકની ફાળવણી

સિમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી:રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા સ્થાનિક સ્વરાજ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જે સિમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખેનીય છે કે, રાજ્યની 79 નગરપાલિકાઓ બેઠકની ફાળવણી કરવામાં આવી છે

   રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર થયું છે

જો કે, અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે. વાત કરીએ રાજકોટ મનપાની તો ત્યાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(અનુસૂચિત જાતી) બનશે.ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે

(7:56 PM IST)